15 કરોડથી વધુની કિંમતની જમીન પર ગેરકાયદે કરાયેલું દબાણ હટાવાયું
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન 15394.00 ચો.મી.ની અંદાજિત રૂા. 91.44 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલી અલગ-અલગ અનામત હેતુના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ- બાંધકામ દૂર કરવા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં 15394.00 ચો.મી.ની અંદાજિત રૂા. 91.44 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી જેમાં વોર્ડ નં. 10માં ટી.પી. સ્કીમ નં. 16 રૈયા અંતિમ ખંડ નં. 86-એ (વાણિજ્ય વેચાણ હેતુ) બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ યુનિ. રોડ પાછળ 12 અસ્થાયી દબાણ ઝુંપડા, 5 પ્લીન્થ અને ટી.પી. સ્કીમ નં. 16 રૈયા અંતિમ ખંડ નં. 31-એ (એસ.ઈ.ડબલ્યુ.એસ. હેતુ) બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ 9 અસ્થાયી દબાણ, જેની અંદાજિત કિં. રૂા. 13.32 કરોડ છે તથા વોર્ડ નં. 17માં ટી.પી. સ્કીમ નં. 5 રાજકોટ અંતિમ ખંડ નં. 259-એ ફાયરસ્ટેશન પીપળીયા હોલ પાસે 5 અસ્થાયી દબાણ (ઝુંપડા), વોર્ડ નં. 3માં ટી.પી. સ્કીમ નં. 19 અને 23-એ રેલનગર પાસે 3 ઓરડી, 2 પ્લીન્થ, અને વોર્ડ નં. 18માં ટી.પી. સ્કીમ નં. 12 (કોઠારીયા) (આખરી)ના અંતિમ ખંડ નં. 3-એ (રેસીડેન્સ ફોર સેલ) હેતુના અનામત થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં 1 ગેરેજ, 1 દુકાન તથા કમ્પાઉન્ડ વોલ હતી જેની કિંમત 12.68 કરોડ છે તથા વોર્ડ નં. 18માં ટી.પી. સ્કીમ નં. 12 કોઠારીયા આખરીના અંતિમ ખંડ નં. 1-બી (ગાર્ડન) હેતુના અનામત થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેની કિંમત 2.78 કરોડની છે આમ આજરોજ 15394.00 ચો.મી.ની અંદાજિત 91.44 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.