1,87,988 લોકોએ વેરા બીલ માટે વોટ્સએપ સેવાનો લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા બીલો વોટ્સએપ દ્વારા મોકલવાની યોજનાનો નગરજનોએ ભરપુર લાભ લીધો હતો. આ અંગે માહિતી આપતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર મહાનગરપાલિકાના 25થી વધુ વિભાગોની 175થી વધારે સેવાઓ પછખઈ ઘગ ઠઇંઅઝજઅઙઙથ ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ-મે તથા જૂન માસમાં વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવે છે જેમાં અનુક્રમે 10% અને 5% વળતર આપવામાં આવે છે. વર્તમાન સમયની લોકોની માંગને ધ્યાને લઈ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર ઓનલાઈન વેરો ભરનારને વિશેષ 1% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં અંદાજે 2,12,515 નાગરિકોએ રૂા. 113 કરોડથી વધારે રકમ એડવાન્સ ટેક્સ પેટે ભરપાઈ કરી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાવેલ છે જે પૈકી 1,35,060 નાગરિકોએ રૂા. 68.26 કરોડ જેવી રકમ ઓનલાઈન ચૂકવેલ છે આમ વેરો ભરપાઈ કરનાર નાગરિકો પૈકી 63.55% નાગરિકોએ ભરપાઈ થયેલ વેરા રકમ પૈકી 60.40% રકમ ઓનલાઈન ભરપાઈ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પછખઈ ઘગ ઠઇંઅઝજઅઙઙથ અંતર્ગત તેઓના વેરા બીલો વોટ્સએપ દ્વારા મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 1,87, 988 વેરા બીલો વોટ્સએપથી મોકલવામાં આવ્યા છે અને આ બીલોનું વોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં નાના-મોટા ધંધાદારીઓ વ્યવસાય વેરો ચૂકવવામાં સરળતા રહે તે માટે વ્યવસાય વેરો પણ વોટ્સએપ દ્વારા ચૂકવી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલુ વર્ષે 12386 લોકો દ્વારા રૂા. 5.20 કરોડ જેવો વ્યવસાય વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે તથા અત્યાર સુધીમાં અંદાજે 1511 નાગરિકોએ પોતાની ફરિયાદ વોટ્સએપ દ્વારા નોંધાવી છે.પછખઈ ઘગ ઠઇંઅઝજઅઙઙથમાં લોકો પોતાની મિલ્કત સામે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગર પાલિકાની જુદી-જુદી ઓફિસોના એડ્રેસ જીઓ લોકેશન સહિત મેળવવા, અગત્યના ટેલિફોન નંબરની ડાયરી મહાનગરપાલિકાની જુદી-જુદી સેવાઓ મેળવવા માટેના ફોર્મ વગેરે પણ ડાઉનલોડ કરી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે 91-9512301973 નંબર સેવ કરી તેના પર પઇંશથ જયક્ષમ કરી પછખઈ ઘગ ઠઇંઅઝજઅઙઙથ સેવાનો સરળતાથી લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.