જૂનાગઢ મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડમાં 344 કરોડ મંજુર થયા
બોર્ડમાં પાણી રસ્તા, સફાઇ, રખડતા ઢોર સહિતના મુદ્દાઓ ઉઠ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનું જનરલ બોર્ડ આજે મળ્યું હતું. મનપાનાં મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં બોર્ડ મળ્યું હતું. મનપાનાં બોર્ડમાં વિવિધ સાત ઠરાવ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મનપાનાં બોર્ડમાં લાઇટ, પાણી,રસ્તા, સફાઇ, રખડતા પશુ,કુતરા સહિતનાં મુદા ઉઠ્યાં હતાં. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા 150 જેટલા રેકડા ખરીદવામાં આવ્યાં છે. સફાઇ થયા બાદ કચરો ભરવા માટે રેકડાનો ઉપયોગ કરવામાં આવશે. દરેક વોર્ડમાં રેકડાના આપવામાં આવ્યાં છે. આજે તેનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 300 જેટલી કચરા પેટી ખરીદવામાં આવી છે તેનું પણ વિતરણ કરવામાં આવનાર છે. જૂનાગઢ શહેરમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતું હતું. હવે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ જૂનાગઢ મહાનગર પાલીકા કરશે. તેમજ તેના માટે 344 કરોડ રૂપિયા પણ મંજુર થયા છે.
ગાંધીચોકમાં યુદ્ધ વિમાન ખુલ્લું મૂકાયું
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ગાંધી ચોકમાં યુદ્ધ વિમાન મુકવામાં આવ્યું છે. આજે મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા યુદ્ધ વિમાન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.