તંત્ર દ્વારા નક્કર કામગીરીના અભાવે માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની વિકટ સમસ્યા બન્યાં
સપ્તાહમાં 200 પશુઓને ડબ્બે પૂરીને સંતોષ માનવાની જગ્યાએ તંત્રએ જીવલેણ પશુઓ વ્યક્તિોઓને અડફેટે
ન લે તેવી કામગીરી કરવી જોઇએ
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
મહાનગરપાલિકાની એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ શાખાએ એક મહિના બાદ ફરીથી ઢોર પકડ ઝુંબેશને વેગવંતી બનાવી છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છેે. તંત્ર દ્વારા તા.18-04થી 24-04 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 211 પશુઓને પકડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સપ્તાહમાં 200 પશુઓને ડબ્બે પૂરીને સંતોષ માનવાની જગ્યાએ જીવલેણ પશુઓ વ્યક્તિોઓને અડફેટે ન લે તેવી કામગીરી કરવી જોઇએ શહેરના મોટા મૌવા, કાલાવાડ રોડ, અંબિકા ટાઉનશીપ સોસાયટી, કણકોટ પાટીયા, તથા આજુબાજુમાંથી 26 પશુઓ, જે. કે. ચોક, ઉમા પાર્ક, પંચાયતનગર ચોક, વિગેરે વિસ્તારોમાંથી 12 પશુઓ, શાસ્ત્રીનગર, જે. કે. પાર્ક, સુંદરમ ગોલ્ડ સીટી નાગેશ્વર, રૈયાધાર તથા આજુબાજુમાંથી 36 પશુઓ, આજી ડેમ, માનસરોવર, વેલનાથ, કોઠારીયા સોલવન્ટ તથા આજુબાજુમાંથી 31 પશુઓ, મનહરપુર તથા આજુબાજુમાંથી 7 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 211 પશુઓ પકડવામાં આવ્યા છે.



