વિવિધ વેપારીઓને ત્યાં ચેકિંગ: 26 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના આજીડેમ માંડા ડુંગર તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 26 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તેમજ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કભી બી બેકરી-સતનામ એન્ટરપ્રાઇઝ, શોપ નં.23/24, ગુજરાત હાઉ. બોર્ડ, અમીન માર્ગ, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ પેક્ડ ટોસ્ટનો ભૂકો વાસી અખાદ્ય જણાતા કુલ 3 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરી પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના આજીડેમ માંડા ડુંગર તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ શક્તિ કૃપા ફરસાણ, ધ્રુવ ફાસ્ટ ફૂડ ઝોન, રામનાથ પાન, દ્વારકાધીશ ડેરી ફાર્મ, બાલાજી ચાઇનીઝ પંજાબી, માં ચામુંડા ફરસાણ, શિવ પ્રોવિઝન સ્ટોર, ગુનગુન પાણીપૂરી, બાલાજી વડાપાઉં, રાજસ્થાની કચોરી, મહાલક્ષ્મી પાણીપુરી, દેવ પાણીપૂરી, મહાદેવ સ્પ્રિંગ પોટેટો, બાલાજી દાળપકવાન, ગોકુળ ગાંઠીયા, જલારામ ફરસાણ, પટેલ ઘૂઘરા, ક્રિષ્ના ગાંઠીયા, જલારામ ખમણ, પટેલ કોલ્ડ્રિંક્સ, ગણેશ મદ્રાસ કાફે, ગાયત્રી ફરસાણ માર્ટ, ક્રિષ્ના પાણીપૂરી, બાલાજી પાણીપૂરી, બાલાજી ફરસાણ, ગાત્રાળ ઘૂઘરા, શ્રી શક્તિ ગાત્રાળ વડાપાઉં સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને એવરી ડે સુપરમાર્કેટ, બાલાજી સુપર માર્કેટ, શિવ ડેરી, રોનક પાઉંભાજી, રોનક ચાઇનીઝ પંજાબી, બાલાજી ફરસાણ, શ્રી સીતારામ એજન્સી, જે માર્ટ સુપરમાર્કેટ, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, આરાધના અનાજ ભંડાર, આશાપુરા પ્રોવિઝન સ્ટોર, રાધેશ્યામ ડેરી, જલીયાણ ફરસાણ, સંજય ડેરી ફાર્મ, ઉમિયા ફરસાણ, દિપક પ્રોવિઝન સ્ટોર, મગનલાલ ટેકચંદ પ્રોવિઝન સ્ટોર, નીલકંઠ ડેરી ફાર્મ, ગુજરાત બેકરીની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કુલ 8 સ્થળોએથી નમૂના લેવમાં આવ્યા હતાં જેમાં કભી બી બેકરી-સતનામ એન્ટરપ્રાઇઝ, ધ કેક બાર, કે.પી. ફૂડ્સ, શ્રી ભવાની સેલ્સ એજન્સી, સરાઝા બેકરી કાફે-ગેલેરીઝ ગોરમેટ અને કેક એન જોયને ત્યાં સ્થળ પર જ નમૂના લેવામાં આવ્યા હતા.