ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોકળા દબાણ મુદ્દે ઢોલ ન પીટી પીટ્યા પણ હવે શહેરમાં જે મિલકત ધારોકોની ઘરવેરા વસુલાત માટે આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે મિલ્કત ધારકો છે તેના ઘરે ઘરે અને દુકાને ફરીને હાથમાં બેનરો સાથે ઢોલ વગાડી મિલકત ધારકોની લેહણી રકમ બાકી છે તેવા મિલ્કત ધારકો પાસેથી રકમ વસુલ કરવાની કામગીરી આજથી શરુ કરી છે.
મહા પાલિકાની ઘરવેરા શાખા દ્વારા 2791 જેટલી માંગણીની નોટીસ તેમજ 80 જેટલી ટાંચ તથા જપ્તીની નોટીસ મિલ્કત ધારકોને ઇસ્યુ કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે ઢોલ નગારા સાથે ઘરવેરા વસુલાતની કામગીરી શરુ કરવામાં આવી છે.
મનપાએ વોંકળાના દબાણોમાં ઢોલ ન પીટ્યા હવે મિલકત વેરા વસુલાત માટે ઢોલ પીટ્યા
