મહાનગરપાલિકા તંત્રનો લેખિતમાં જવાબ- શહેરમાં ગાર્ડન શાખા હસ્તકના કુલ ૧૫૮ બાગ બગીચા પૈકી ૪ બગીચાઓમાં સી.સી. ટી.વી. કેમેરા છે.
મનીષભાઈ રાડીયાએ ટી.પી. તથા એસ્ટેટ શાખા લગત પ્રશ્ન પૂછેલ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા ટી.પી. પ્લોટ રમતગમત માટે સંસ્થાઓને ભાડે આપવામાં આવેલ છે તથા તેની વાર્ષિક ભાડાની આવક કેટલી?
તેના પ્રત્યુતરમાં મહાનગરપાલિકા તંત્રએ જવાબ આપેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર વી.એમ.વી. હોસ્ટેલ સામેના ટી.પી. પ્લોટમાં ૧૦૦૦ ચો.મી. જગ્યા ક્રિકેટ એકેડેમી માટે નવરંગ ચેરીટેબલ ટ્રસ્ટને ભાડે આપવામાં આવેલ છે. તેમજ વાર્ષિક ભાડાની વિગત ભાડાની રકમ (ટોકન દર મુજબ) રૂ.૩૬૫/-, સફાઈ વહીવટી ચાર્જની રકમ રૂ. ૯૧૨૫૦/-, જી.એસ.ટી.ની રકમ રૂ.૧૬,૪૯૧/- એમ કુલ આવક રૂ.૧,૦૮,૧૦૬/- થયેલ છે.
- Advertisement -
વિશેષમાં, મનીષભાઈ રાડીયાએ બાગબગીચા શાખા લગત પ્રશ્ન પૂછેલ, રાજકોટ શહેરમાં કુલ કેટલા બાગ-બગીચા આવેલ છે? તથા તમામ બાગબગીચામાં સી.સી.ટી.વી. કેમેરા છે કે કેમ?
તેના પ્રત્યુતરમાં મહાનગરપાલિકા તંત્રએ જવાબ આપેલ કે, રાજકોટ શહેરમાં શહેરના વિકાસની સાથોસાથ લોકસુવિધા અને પર્યાવરણ સુધારણા ભાગરૂપે ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત ફાળવણી થતા નાના મોટા પ્લોટ્સ વિગેરેમાં સ્થાનીકેની ઉપલબ્ધી અને રહેણાકી સ્થિતિ ધ્યાને લઇ નાના મોટા બગીચાઓ, બાલક્રિડાંગણ, સિનિયર સિટીઝન પાર્ક્સ વિગેરે ૧૫૮ બાગબગીચા છે. તેમાંથી ૪ મોટા બગીચાઓમાં સી.સી.ટી.વી. કેમેરા મુકવામાં આવેલ છે જેમાં વોર્ડ નં.૨માં રેસકોર્ષ સિનિયર સિટીઝન પાર્ક, રેસકોર્ષ બાલ ઉદ્યાન, રેસકોર્ષ વિસ્તૃતીકરણ ગાર્ડન અને વોર્ડ નં.૧૪માં સોરઠીયાવાડી ગાર્ડનનો સમાવેશ થાય છે.
વોર્ડ વાઈઝ બાગબગીચાઓની સંખ્યા નીચે મુજબ છે.
- Advertisement -
| વોર્ડ | બગીચા વિગેરેની સંખ્યા |
| ૧ | ૫ |
| ૨ | ૨૧ |
| ૩ | ૮ |
| ૪ | ૨ |
| ૫ | ૪ |
| ૬ | ૧૨ |
| ૭ | ૬ |
| ૮ | ૧૦ |
| ૯ | ૧૯ |
| ૧૦ | ૨૦ |
| ૧૩ | ૧૪ |
| ૧૪ | ૧૩ |
| ૧૫ | ૧૧ |
| ૧૬ | ૩ |
| ૧૭ | ૬ |
| ૧૮ | ૨ |
| ન્યારી | ૨ |
| કુલ | ૧૫૮ |


