જૂનાગઢ ચોબારી રોડ પર મુકેલા પ્રોજેક્ટે ગ્રાહકોને છેતર્યાં
19 લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ગ્રાહકોમાં દોડધામ
- Advertisement -
જૂનાગઢ પોલીસે 3 ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢના પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચરનો બિલ્ડર મનીષ કારીયાએ શહેરના ચોબારી રોડ પર મુકેલા પ્રોજેકટમાં પ્લોટ-મકાન આપવાનું કહી 20 ગ્રાહકોને છેતરી 2.43 કરોડ લઇને ફરાર થઇ જતા પોલીસે કારીયા સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં વેપારી મનીષ મોહનલાલ કારીયા તથા સંજય ભંડારીએ પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર પેઢી નામે ઘણા વર્ષોથી બાંધકામનો ધંધો કરી મકાન બનાવી વેચતા હોવાનું કહી જૂનાગઢમાં મધુરમમાં આવલ બાલાજી હેરિટેજમાં રહેતા 65 વર્ષીય રમાબેન નવનીતરાય મહેતા નામના વૃદ્ધ તથા અન્ય ગ્રાહકોને વાત કરી બંનેએ પેઢીના પેંપ્લેટ અને બાંધકામની સાઇટના ફોટા તથા એવોર્ડના ફોટા બતાવ્યા હતા અને અન્ય બિલ્ડરો કરતા સારા બાંધકામવાળુ મકાન આપવાનો વિશ્ર્વાસ અપાવ્યો હતો. વૃદ્ધા પાસેથી પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચરની સાઇટના મુન સાઇટ પ્રોજેકટના બ્લોકનં.એ-01 તથા એ-02 પ્લોટના સોદા પેટેના રૂા.35 લાખ અને અન્ય 19 લોકો પાસેથી રૂા.2.08 કરોડ મળી કુલ રૂા.2.43 કરોડ મેળવી લીધા હતા બાદમાં પ્લોટ કે મકાન કે ગ્રાહકો પાસેથી લીધેલ રૂપિયા પરત નહીં આપી અને પોતાની ઓફીસ તથા મોબાઇલ બંધ કરી નાસી ગયા હોવાનું જણાતા બંને શખ્સો કુલ રૂા.2.43 કરોડ ઓળવી નાસી ગયા હોવાની ફરિયાદ રમાબેન નવનીતરાય મહેતાએ અન્ય 19 ગ્રાહકો વતી રવિાવારની રાત્રે નોંધાવતા બી-ડીવીઝન પોલીસે મનીષ કારીયા અને સંજય ભંડારી સામે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતો ગુનો નોંધાયો હતો. મનીષ કારીયા ને સંજય ભંડારી પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢી દર્શાવી લોકોને સસ્તામાં પ્લોટ અને તેના પર બાંધકામ કરી આપવા સ્ક્મિ આપતા હતા ત્યારે બાંધકામ સાઇટના ફોટા તથા પૈસા આપી તેને મળેલા ખાનગી એવોર્ડના ફોટા તથા કટિંગ બતાવી લોકોને શીશામાં ઉતારતા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હજુ 19 લોકો સામે આવ્યા છે, આ બિલ્ડરનું કૌભાંડ 4 કરોડથી વધુનું હોવાનું અનુમાન છે. હાલબિલ્ડરને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.