ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જઈ શકતા નથી. રજાની મંજૂરી લીધા વિના ઓફિસમાંથી ગુમ થયેલા આ કર્મચારીઓ માટે સરકાર નવો નિયમ લાવી રહી છે.મણિપુર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ’નો વર્ક-નો પે’ નિયમ લાગુ કરશે. સરકારે તમામ વહીવટી સચિવોને એવા કર્મચારીઓની વિગતો આપવા જણાવ્યું છે જેઓ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કામ પર આવી રહ્યા નથી. મણિપુરમાં લગભગ એક લાખ સરકારી કર્મચારીઓ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મણિપુરમાં વિસ્થાપિત થયેલા 65,000થી વધુ લોકોમાં રાજ્ય સરકારના ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેઓએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. મણિપુરમાં 65,000થી વધુ લોકોએ તેમનાં ઘર છોડી દીધાં છે. આ લોકો સેનાના રાહત કેમ્પમાં રહે છે.
- Advertisement -
નવા નિયમનો વિરોધ, કૂકીએ કહ્યું – સરકાર લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે
સરકારના નવા નિયમનો કુકી આદિવાસીઓના સંગઠન કુકી ઈમ્પી મણિપુર (ઊંઈંખ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ઊંઈંખના જનરલ સેક્રેટરી ખૈખોહાઉહ ગંગટેએ જણાવ્યું હતું કે, “મણિપુર સરકાર તેના કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે, ખાસ કરીને જેઓ ઈમ્ફાલ ખીણમાંથી નીકળી ગયેલા લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. તેમણે કહ્યું, ઈમ્ફાલ પાછા જવાનો કોઈ રસ્તો નથી. ઇમ્ફાલ જવું એટલે કુકી લોકોના જીવ જોખમમાં મૂકવો.
રાહુલ ગાંધી બે દિવસ હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાતે
મણીપુરમાં છેલ્લા બે માસથી હિંસા અને 120થી વધુ લોકોના મોત થયા વ્યાપક રીતે જે લોકો બેઘર બન્યા છે તેમાં મોદી સરકારની નિષ્ફળતા અંગે અનેક વખત આકરી ભાષાનો પ્રયોગ કરી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આવતીકાલથી બે દિવસના મણીપુર પ્રવાસે જશે. હાલમાં જ સરકારે મણીપુર અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પણ તમો વિપક્ષોએ રાજય સરકારને બરતરફ કરીને કેન્દ્ર જ રાષ્ટ્રપતિ શાસન મારફત રાજયમાં હિંસા પર કાબુ કરવાની માંગણી કરી હતી પણ સરકારે તેના પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ વચ્ચે રાહુલ ગાંધી હવે બે દિવસ ઈમ્ફાલ તથા આસપાસના હિંસાગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે અને રાહત છાવણીમાં જશે.