અમદાવાદના કાંકરીયા લેક ખાતે 9 વર્ષની બાળકી પરિવારથી વિખુટી પડી
પાલનપુરના અલીગઢ ગામના તૌસીફ એહમદ કડીવાલે પોલીસનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલ કાંકરીયા લેક ખાતે ફરવા આવતા લોકોની બેદરકારીના કારણે પોતાના બાળકો ગુમ થઈ જતા હોય છે, ગુમ થયેલા બાળકોને પોલીસ શોધીને આપે ત્યારે બાળકના માતા પિતાને પોલીસ દેવદૂત જેવી લાગે છે. તા. 10.05.2025 નાં રોજ પાલનપુરના અલીગઢ ગામના વતની વેપારી તૌસીફ એહમદ કડીવાલ પોતાના પરિવાર સાથે કાંકરિયા ખાતે ફરવા માટે આવ્યા હતા.
કાંકરિયા ખાતે ફરતા ફરતા પોતાની સાથે આવેલ દીકરી જેનાબ ઉવ. 09 છૂટી પડી ગયી હતી. પાલનપુરથી ફરવા આવેલ પરિવાર બેબાકળો બની ગયેલ હતો અને આખા કાંકરિયામાં શોધખોળ ચાલુ કરી હતી. અમદાવાદ શહેરના એસીપી પ્રદીપસિંહ જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા કમાન્ડો વિજયભાઈ, પો.કો અજયસિંહ, સહિતની ટીમ કાંકરિયામાં ફૂટ પેટ્રોલિંગમાં હતી અને આ વાતની જાણ તેઓને થતા, પેટ્રોલિંગ દરમિયાન એક દીકરી રડતી હોય, માણસો ભેગા થયેલા જોવા મળતા, આ દીકરી પાલનપુરના અલીગઢ ગામના તૌસીફ એહમદ કડીવાલની હોવાનું જણાતા, તૌસીફ એહમદ કડીવાલને બોલાવી, દીકરી જૈનાબને કમાન્ડો વિજયભાઈ તથા પો .કો. અજયસિંહ સાથે મોકલી, પરિવાર સાથે મિલન કરાવેલ હતું. દીકરીના પરિવારજનોએ અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ પોતાના સંતાનોની સાર સંભાળ રાખવા સલાહ આપી હતી. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા મળી આવેલ સગીર દીકરીને તેના પરિવારજનો સાથે મિલન કરાવી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.