એક કિલોના 700, 17 બોકસ 11,900માં વેંચાયા
ખાસ-ખબર સંવાદદાતા
સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરી વેચાણ અર્થે આવતા ભારે અચરજ ફેલાયું હતું. તેના કિલોના ભાવ 700 રુપિયા હતા. રાજ્યમાં અત્યારે ફૂલ ઠંડીનો માહોલ છે, ત્યારે કેરીને માર્કેટમાં જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા.
આશરે 17 કિલો જેટલી કેરીઓ ફ્રૂટના વેપારી દળ પાસે આવી હતી. કેસર કેરીના બોક્સ સવારે 700 રુપિયા કિલો વેચાયા હતા. તેથી કુલ 11,900માં બધી કેરી વેચાતા વેપારીને સારો અને ઉંચો ભાવ મળ્યો હતો. લોકો તો ઠીક પણ ખેડૂતો પણ કેરી જોવા ઉમટી પડ્યાં હતાં. સામાન્ય રીતે શિયાળામાં ક્યારેય કેરી પાકતી નથી પરંતુ રેર કેસીસમાં વાતાવરણાં ચેન્જના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર થવાથી કેરી પાકી ગઈ હતી. વેપારી ઈમ્તિયાઝ દલે જણાવ્યુ કે સામાન્ય રીતે શિયાળામાં કયારેય કેરી પાકતી નથી પંરતુ રેર કિસ્સામાં વાતાવરણમાં ચેન્જના કારણે કે ગ્લોબલ વોમિંગના કારણે આ કેરીનું આવરણ થયું હોય અને આ કેસર કેરી પાકી હતી જે હો અન્ય વેપારી મારફત મારી પાસે બજારમાં વહેંચાવવા આવી હતી. જે રિટેલરમાં 17 કિલો 700માં ભાવનો 11,900 રૂપિયામાં વહેંચી હતી. જોકે હાલ સૌરાષ્ટ્રમાં અન્ય પોરબંદર એ.પી.એમ.સી.માં પણ ખંભાલા ગામના ખેડૂત સંજયભાઈ ચુડાસમા કેસર કેરી વહેંચવા આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં પોરબંદર અઙખઈમાં ખંભાલા ગામના ખેડૂત સંજયભાઈ ચુડાસમા કેસર કેરી વહેંચવા આવ્યા હતા અને તેનો ભાવ બોક્સ દીઠ 550 રુપિયા બોલાયો હતો.