ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
એપ્રિલ માસના આગમન સાથે જ ફરી એક વખત નાણાકીય વર્ષ 2023/24ના રીટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થશે અને તે છેક ઓકટોબર સુધી ચાલશે પણ જેને એસેસમેન્ટ પર એટલે કે આકારણીના વર્ષ 2024/25 તરીકે ઓળખવામાં આવે છે.
- Advertisement -
તેમાં વ્યક્તિગત કરદાતાને જો જૂની કરવ્યવસ્થા જેમાં આવકવેરાની વિવિધ કલમો હેઠળ કરમુક્તિ રૂા.2.50 લાખની બેઝીક આવક ઉપર મળે છે તેના મુજબ જો રિટર્ન ફાઈલ કરવું હોય તો 31 જુલાઈ 2024 સુધીમાં તેણે પોતાનું રીટર્ન ફાઈલ કરી દેવું પડશે. જો તે તારીખ સુધીમાં રીટર્ન ફાઈલ નહી થાય તો જૂની કરવ્યવસ્થા હેઠળ જે વિવિધ ડિડકશનનો લાભ કરદાતા મેળવવા માંગે છે તે મળશે નહી. નાણા મંત્રાલયે ત્રણ વર્ષ પુર્વે લાગુ કરેલી નવી કરવ્યવસ્થા જેમાં કોઈ કરકપાતના લાભ વગર જ 7 લાખ સુધીની આવક કરમુક્ત છે અને ફકત રૂા.50000ના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ મળે છે તેને ડીફોલ્ટ સીસ્ટમ તરીકે જાહેર કરી છે.
એટલે કે તેમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે ઓનલાઈન આ વિભાગની વેબસાઈટ પર જાવ તો કરવ્યવસ્થાના જ આઈટી રીટર્ન તમને જોવા મળશે પણ એક વિકલ્પ જૂની કરવ્યવસ્થાનો અપાયો છે જે માટે તમારે જેને વિકલ્પ પર કલીક કરવાનું રહે છે.લાંબાગાળે સરકાર જૂની કર વ્યવસ્થાનો અંત લાવશે તેવું પણ માનવામાં આવે છે. કરદાતાએ જે વેતન એટલે કે પગારદાર કરદાતા છે તેને નવા-જૂનીમાં શીફટ થવાનો વિકલ્પ અપાયો છે પણ બાકીના કરદાતાને જે વિકલ્પ નથી.
જો આ કરદાતા કોઈ વિકલ્પ પસંદ નહી કરે તો નવી કરવ્યવસ્થા મુજબ આકારણી કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણ પ્રકારના આવકવેરા રિટર્નની પણ સુવિધા છે જેમાં સહજ આઈટી રિટર્ન-1માં રૂા.50 લાખ સુધીની પગાર આવક- ઘરની સંપતિની આવક- વ્યાજ આવક પણ આવે છે. આવકવેરા રિટર્ન 2-3માં આવાસ સંપતિ- કારોબારી અને વ્યાવસાયિક આવક ધરાવતા શેરબજાર સહિતના રોકાણ- ગેમ્બલીંગ અને સટ્ટાબાજી જે કાનુની હોય તેના આવક ધરાવતા લોકો માટે છે. જો સુગમ આઈટીઆર-4 એ હિન્દુ સંયુક્ત કુટુંબ (એચયુએફ) તથા પેઢીમાં જેની આવક રૂા.50 લાખ કે તેની ઉપર છે તેના માટે છે.