કોરોનાના કેસ ઘટી ગયા છે અને 100% વેકસીનેશન થઈ ગયું છે તેથી હવે જરૂર ન હોવાનો સરકારનો બચાવ
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના હજુ ગયો નથી… સાવધ રહેજો’ તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય વિભાગના ટોચના સત્તાવાળાઓ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારની માન્યતા તેનાથી વિપરીત હોય તેમ સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, મહાનગર પાલિકા અને નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો, દવાખાનાઓ, સિવિલ હોસ્પિટલ વગેરેમાં આરોગ્યની પાયાની માળખાગત સુવિધાઓ વધારવા માટે દરેક ધારાસભ્યને તેમની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખ ફરજિયાત રીતે ફાળવવા સરકારે કરેલો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ રાહુલ છત્રપતિએ આ સંદર્ભે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં લગભગ 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ ગઈ છે. કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો થયો હોવાથી સરકારે આ નિર્ણય કર્યો છે.
હેલ્થ સેક્ટરમાં ધારાસભ્યોને ફરજિયાત 50 લાખની ગ્રાન્ટનો આદેશ પાછો ખેંચાયો
