ઉતર પ્રદેશના ગેંગરેપની ધટનાના ધેરા પડધા સમગ્ર દેશમાં પડયા છે.ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગણી પણ ઉઠી છે.
માણાવદર સિનેમા ચોકમાં વાલ્મીકિ સમાજ ના લોકો એકઠા થયા હતા અને આરોપીઓને ફાંસી આપો ફાંસી આપો ના સુત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાયની માંગ કરી અને ત્યાથી રેલી સ્વરૂપે માણાવદર મામલતદાર ઓફીસે જઇને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્ર આપતી વેળાએ મહાદલિત પરિસંધ રાષ્ટ્રીય સંગઠન ના ઉપાધ્યક્ષ તુલસીભાઇ વાધેલા, મનજીભાઈ પરમાર, અરસીભાઇ પરમાર તેમજ વાલ્મીકિ સમાજ ના આગેવાન અશ્ર્વીનભાઇ ગોહિલ , હરસુખભાઇ પરમાર, કારાભાઇ કેશવભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
જીજ્ઞેશ પટેલ માણાવદર