માણાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ શાંતિ પૂર્વક સંપન્ન થાય માણાવદર પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.ચૂંટણી ભયમુક્ત અને સંપૂર્ણ પારદર્શકતા પૂર્વક થાય માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી અનેક કાર્યવાહી કરી છે.
જે અંતગર્ત માણાવદર પોલીસે માણાવદર પંથકમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 300 લોકો સામે આરપીસી કલમ 110 મુજબ અટકાયતી પગલા લીધા હોવાનું માણાવદર પીએસઆઈ પી.વી.ધોકડીયાએ જણાવ્યું છે માણાવદર પંથકમાં ચૂંટણી દરમિયાન સંપૂર્ણ ભયમુક્ત માહોલ જળવાઈ રહે લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે માટે માણાવદર પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. માણાવદર પંથકમાં ચૂંટણીપંચની સુચના અંતર્ગત માણાવદર પંથકના 50 પ્રાઇવેટ હથીયાર લાયસન્સ દારોના હથિયાર જમા લઇ લીધા બાદ માણાવદર પંથકના 300 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવતા માણાવદર પંથકમાં કાયદો હાથ લેનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.
- Advertisement -
જીજ્ઞેશ પટેલ (માણાવદર)


