રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધી સમર્પણ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ સમગ્ર દેશ ના તમામ હિન્દુ પરિવારોના ઘરે ઘરે સંપર્ક કરી મંદિર નિર્માણનો વિષય સમજાવી નિધી એકત્રીકરણ નું અભિયાન ચલાવી રહ્યું છે. જે અનુસંધાને માણાવદર તાલુકાના ૫૮ ગામો તેમજ લાગુ પડતા લાંગડ અને જુણેજ ગામો મળી કુલ ૬૦ ગામોમાં કાર્યકર્તાઓ દ્વારા રૂબરૂ સંપર્ક કરી રામ મંદિર માટે નિધી સમર્પણ સ્વીકારવાની કામગીરી કરવામાં આવેલ હતી. આ અભિયાનમાં માણાવદર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હોદેદારો સંઘચાલક્જી અનિરુદ્ધભાઇ યાદવ, કાર્યવાહક ગોવિંદભાઈ ડઢાણીયા, રવિભાઈ પરમાર, રવિભાઈ જોટાગીયા, પ્રભુદાસભાઈ ડાભી, ભાવેશભાઈ માકડિયા, ભીખાભાઈ વાઢેર, હેમંતભાઈ ત્રાંબડીયા, બાલુભાઈ છેલાવાડા, કિશોરભાઈ કણજારીયા, નયનભાઈ પીઠડીયા, જીગ્નેશભાઈ ધોરિયાની, પંકજભાઈ બુટાણી, નીમીષભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કારાભાઈ મેલવાણી, ભારત વિકાસ પરિષદના નીલેશભાઈ દેત્રોજા, દક્ષેશભાઈ ભોજાણી, મિથુનભાઈ, હિરેનભાઈ, જીતુભાઈ વગેરે કાર્યકર્તાઓએ ખુબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર માણાવદર તાલુકામાંથી કુલ રૂપિયા છત્રીસ લાખ જેવી નિધી એકત્રિત કરવામાં આવેલ છે. જે તમામ નિધી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. જે ગામમાંથી જેટલી રકમ દાનરૂપે મળેલ છે, તે રકમની બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલ રકમની સ્લીપ જે તે ગામના પ્રવાસી કાર્યકર્તા દ્વારા જે તે ગામને સુપ્રત કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેથી નાણાકીય પારદર્શકતાનો એક ઉત્કુષ્ટ દાખલો સમાજને પૂરો પાડવામાં આવેલ છે.
આ અભિયાનમાં દરેક ગામમાંથી કાર્યકર્તાઓને ખુબ સારો આદર અને પ્રતિભાવ મળ્યો હતો. ગામેગામ લોકોએ રામ મંદિર વિશેના સંભારણા અને પોતપોતાની લાગણીસભર ભક્તિ પોતપોતાના યોગદાન રૂપે પ્રગટ કરી હતી.
- Advertisement -
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર


