ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં ગત રવિવારના રોજ સરકારી હોસ્પિટલના તબિયત ડો.ભાર્ગવ ભાદરકા પર હુમલો થવાનો બનાવ બન્યો હતો ત્યારે તેના અનુલક્ષીને માણાવદર મામલતદારને સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિતનાં સ્ટાફે આવેદનપત્ર પાઠવ્યું હતું.
માણાવદર તાલુકાના 58 ગામડા તથા અન્ય તાલુકાના પણ અસંખ્ય લોકો સારવાર માટે અહિં આવતા હોય તેને લીધે દરરોજની આશરે 500 કે તેથી વધુ ઓ.પી.ડી. તથા 40 થી 50 જેટલા દાખલ દર્દી, 350થી 400 જેટલી લેબોરેટરી ટેસ્ટ તથા આ ઉપરાંત હોસ્પિટલ ખાતે થતી પ્રસુતીઓ, બાળકોનું રસીકરણ અન્ય વિભાગો દ્વારા થતી કામગીરી તેમજ મેડીકો લીગલ કેસ પ્રોહિબીસન, પોસ્ટમોર્ટમનું ભારણ રહેતુ હોય આ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ ડોકટર તથા કર્મચારી ગણ પોતાનિ પુરી નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે. પરંતુ ગત 27 ઓગસ્ટના રોજ સરકારી હોસ્પિટલ, માણાવદર ખાતે ફરજ પર હાજર તબીબ સાથે બનેલ અનિચ્છીય બનાવ બનેલ હતો.ત્યારે આવા બનાવો અધિકારીઓને કર્મચારી ઉપર અનેકવાર બને છે ત્યારે હોસ્પિટલ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર રાઉન્ડ ધ કલોક પોલીસ સ્ટાફ મુકવાની માંગણી કરી હતી.
માણાવદર સરકારી તબીબના હુમલામાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
