ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં પથ સંચલનમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, જે રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો જોડાઇ રહ્યા છે. જેમનો ઉત્સાહ વધારવાના ભાગરૂપે તેમજ સમાજના તમામ લોકો આ સંગઠન કાર્યમાં જોડાય તે માટે પ્રત્યક્ષા સંઘકાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ નગરમા પથ સંચલનન આયોજન કરવામાં આવ્યું છે.વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને યોજાયેલ હતું જ્યાં સૌ પ્રથમ પ્રાર્થનાનું ગાયન કર્યા પછી સંચલનનો પ્રારંભ કરાયો હતો. જે શિશુભારતી કોલેજ નાં ગ્રાઉન્ડ ખાતે થી પ્રારંભ થઇ શહેરનાં રાજમાર્ગ ઉપર પથ દર્શન યોજવામાં આવેલ. જે પથ સંચલનના માર્ગ ઉપર ઠેરઠેર આર.એસ.એસ. સંલગ્ન જુદી- જુદી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ નગરના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. સંચલનના સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટે આર.એસ.એસ.ના સ્વયંસેવકો પણ સ્વયંભૂ વ્યવસ્થામાં જોડાયા હતા.