માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા એ નગરપાલિકાએ વધારેલા વિવિધ કરવેરાઓ સામે નારાજગી દર્શાવી તેનો વિરોધ કર્યો છે
ઝાટકિયા એ કમિશનર નગરપાલિકાઓને તથા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ને એક આવેદનપત્ર પાઠવી તેમાં જણાવ્યું છે કે માણાવદર નગરપાલિકાએ લોકો પાસેથી સગવડના બદલામાં લેવામાં આવતા વિવિધ કરવેરાઓમાં બમણો વધારો કરી લોકોની કમર તોડી પાડી છે. આ વસ્તુ અન્યાય કર્તા છે અને દર બે વર્ષે દરેક ટેકસ ઉપર દશ ટકા કર વધારાના ઠરાવ કર્યા છે તે બાબત બિલકુલ ગેરબંધારણીય છે અને ગેરકાયદેસર છે. કારણકે નગરજનો તમારા નોકર નથી કે ભાડૂઆતો નથી કે તમો અન્યાય કરી શકો કરવેરા વધધટની બાબતમાં નવેસરથી ઠરાવ કરી અધિકૃત અધિકારી ની મંજૂરી લેવી જરૂરી બને છે. પરંતુ તમે મનસ્વી રીતે આમ નહી કરી ને પ્રજા પર અન્યાય કર્યો છે.
- Advertisement -
અંતમાં ઝાટકિયા એ જણાવ્યું છે કે આપે અખબાર માં પ્રસિદ્ધ કરેલ જાહેર નોટીસ પાયેથી જ ગેરકાયદેસર છે. કારણ કે પ્રસિદ્ધ કર્તા નથી અધિકારી કે નથી પદાધિકારી એટલે આ નોટીસ સ્વીકાર્ય બનતી નથી વધેલા કરવેરાઓ પરત ખેંચવા ઝાટકિયા એ અંતમાં જણાવેલ છે
અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર