વરસાદના લીધે ખેતરોના રસ્તા, ખેતરોનું ધોવાણ, નદીના પુલ સહિતના પ્રશ્ર્નોની જડી વરસાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા છ દિવસથી અવિરત ભારે વરસાદના લીધે જિલ્લના અનેક ગામડાઓમાં પાણી ઘુસી જતા ખેડૂતો અને ગ્રામજનો રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે મેંદરડા તાલુકાના નાગલપુર ગામની મુલાકાતે ગયા હતા ત્યારે ગામની સમસ્યાના આગેવાનો સામે ગ્રામજનોમાં રોષ જોવામળ્યો હતો અને સ્થાનિક ગ્રામજનોએ નેતાઓને ઉધડો લીધો હતો.
- Advertisement -
મેંદરડાના નાગલપુર ગામે વરસાદના લીધે ખેતરોના રસ્તા, ખેતરોનુ ધોવાણ, નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને સ્થાનિકોએ આકરા સવાલો કર્યા હતા આ મુલાકાત વેળાએ પોલીસ, વન વિભાગ, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓની ટીમ પણ હતી સાથે હતી જયારે જિલ્લા પંચાયતના પ્રમુખનો રોષે ભરાયેલા આગેવાનો ઉગ્ર થયા હતા ત્યારે પ્રમુખે પોતાની સત્તાનો રૂઆબ બતાવી સરખી રીતે વાત કરવા દમદાટી મારતા પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ ઝપાઝપી કરી રહેલા સ્થાનિકો અને પ્રમુખને છૂટા પાડવા પડ્યા હતા તેમજ નાગલપુર ગામમાં પહોંચે તે પહેલા જ રસ્તા પર બબાલ થતા પદાધિકારી કે અધિકારીઓ ચાલતી પકડી હતી ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ ધારાસભ્ય, તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ મેંદરડા પંથકની મુલાકાત લીધી હતી.