ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
ગીરસોમનાથ જીલ્લાના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા અમારા આહીર સમાજમા અગ્રગણ્ય આગેવાન તેમજ સમાજના મોભી વ્યક્તિી છે. હીરાભાઈ માત્ર ગીરસોમનાથ જીલ્લા પુરતા જ નહિ પુરા ગુજરાતના સમાજ અગ્રણી છે. હીરાભાઈ જોટવાની કે તેમના પરીવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતા કોઈ એક વ્યક્તિના કેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવા ને પુછપરસ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પુછપરછ કરવાના બાના હેઠળ લઈ જઈ તેની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતા એફ. આઈ. આર નોંધી જે બીલકુલ યોગ્ય નથી. કેમ કે જેના ઉપર તહોમત લગાવવામાં આવે છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરીવાર નતો તેના માલીક છે કે ન તો ભાગીદાર છતા ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ અને ટોર્ચરીંગથી જે પ્રકીયા થઈ રહી છે તે ખોટી છે.
અમારો આખો સમાજ જાણે છે નિષ્ઠાવાન અને સત્યથી નજીક રહેનાર હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ટારગેટ કરીને જાણેકે આહીર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે પડયંત્ર રચવામાં આવયુ હોય જે યોગ્ય નથી જેથી તટસ્થતાથી તપાસ થવી જોઈએ.નન ત્યારે ખરા તહોમતદારોને બચાવવા માટે ઉપલા લેવલથી હીરાભાઈ જોટવા અને તેના પરીવારને ખોટી રીતે ચિત્રણ કરીને સંડોવવામાં આવે છે પુછપરછ કરવાના બહાના કરીને લઈ જય અને અટકાયત કરીને એફ.આઈ.આર કરવામાં આવે છે તે કુદરતી ન્યાયીક સિદ્ધાંતની વિરુધ છે જેથી અમારી આ વેદના સહ આવેદનથી એટલુ જ કે હીરાભાઈ કે તેના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ તકે વિરમભાઇ ખોડભાયા, રાજુભાઈ બોરખતરીયા, કાનભાઇ જલુ સહિતના આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.