દીવની હોટલ કેશવમાં ચાલતા હનીટ્રેપ મામલે સંચાલક સહિત બેની ધરપકડ
કોઈપણ કાનૂની મંજૂરી વિના સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હતું: પુરુષ ગ્રાહકોને સ્પા અને મસાજ સેવાઓના બહાને આમંત્રિત કરવામાં આવતા અને બાદમાં “વધારાની સેવાઓ”ની લાલચ આપતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
દીવ એસ.પી. સચિન યાદવે પ્રેસ કોન્ફ્રન્સ ના માધ્યમ થી માહિતી આપતાં જણાવ્યું કે દીવ ના બુચરવાડા પાસે આવેલી કેશવ હોટલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગેરકાનૂની સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલી રહી હતી. દીવ પોલીસને આ અંગે બાતમી મળતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાબતે તપાસમાં જાણવા મળ્યુ કે કેશવમાં ખુદ સંચાલક દ્વારા જ ચાલતા હનિટ્રેપનાં ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુવતીની મદદથી નબીરાઓને શરીર સુખ માણવા બોલાવીને હોટલનાં રૂમમાં છૂપા કેમેરાથી અંગત પળોનો વીડિયો ઉતારી લઈ બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતા હતા. મળતી માહિતી મુજબ દીવમાં હોટેલ કેશવ બુચરવાડાની ચેક પોસ્ટ પાસે આવેલી છે. આ હોટેલ કેશવ તેના માલિકે ભાડે ચલાવવા માટે આપી છે. હોટેલ ભાડેઅ ચલાવનારા સંજય રાઠોડ (રહે. બુચરવાડા, દીવ) અને અલ્તમસ મન્સુરી (રહે. ઉના)સંજય રાઠોડ છેલ્લા એક વર્ષથી હોટલ કેશવ લીઝ પર ચલાવતો હતો અને છ મહિના પહેલા અન્ય વ્યક્તિઓની મદદથી સ્પા અને મસાજનો ધંધો શરૂ કર્યો હતો. સંબંધિત સત્તાવાળાઓની કાનૂની મંજૂરીઓ વિના હોટેલમાં સ્પાનુ સંચાલન કરવામાં આવતુ હતુ. સંજય રાઠોડ તેના સાગરિતો સાથે હોટલ કેશવ ખાતે સંગઠિત વેશ્યાવૃત્તિ-કમ-છેડતીનું રેકેટ ચલાવતો હતો. પુરૂષ ગ્રાહકોને સ્પા અને મસાજ સેવાઓના બહાને આમંત્રિત કરવામાં આવતા હતા. અને બાદમાં “વધારાની સેવાઓ”ની લાલચ આપવામાં આવી હતી. એક યુવતીની મદદથી સેકસયુઅલ એકટીવીટી કરાવી આ અંગત પળો કેમેરામાં કેદ કરી મોટી રકમનો તોડ કરતા હતા. આ ગેરકાયદે પ્રવૃતિ છેલ્લાં પાંચ માસથી ચાલતી હતી. આ પ્રવૃતિની દીવ પોલીસને બાતમી મળતા હોટલ સંચાલક સંજય રાઠોડ અને અલ્તમસ મનસુરીની ધરપકડ કરી હતી અને કેશવ હોટેલમાં ચેકીંગ કરતા રૂમ નંબર 203માં ગોઠવેલા કેમેરા અને મોબાઈલ વીડિયો રેકોર્ડીંગ મળ્યા હતા, જે કબજે કરીને વિવિધ ધારાઓ મુજબ વણાંકબારા કોસ્ટલ પોલીસમાં એફ.આઈ.આર. નોંધી વધુ તપાસ પી. આઈ. ગાવિતને સોંપવામાં આવી હતી.
આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ ચાલું
દીવ એસ.પી સચિન યાદવે ખાસ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ રેકેટનો શિકાર બન્યું હોય તો એ અમારો જરૂરથી સંપર્ક કરે તેની ઓળખ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. નોંધનીય છે દીવ મા અન્ય હોટેલ અને પર્સનલ જગ્યા એ પણ સ્પા સેન્ટર ચાલે છે. શુ એ કાનૂની મંજૂરી લઈને ચાલી રહ્યા છે!!? અને એમાં પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહીને!? હવે જ્યારે આ બનાવ બન્યો છે. ત્યારે આ બધી તપાસ પણ કરવી જરૂરી બની છે. જેથી સમાજની અંદર આવા દુષ્ણ ને ફેલાતા અટકાવી શકાય.