2020ના અપહરણ, દુષ્કર્મ, પોકસો કેસમાં સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2020માં નોંધાયેલ અપહરણ, દુષ્કર્મ, અને પોકસોના કેસમાં પકડાયેલ આરોપીને સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો એવી છે કે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્કમાં રહેતી 13 વર્ષીય સગીરાને ચિરાગ ઘનશ્યામભાઈ વણોલ નામના શખસએ 13 વર્ષની સગીરાનું અપહરણ કરી શ્રધ્ધા પાર્ક મેઇન રોડ ઉપર આવેલ એક મોલ પાસે લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જે ડી ઝાલા, રાઈટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે દુષ્કર્મ, પોકસો, અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચાર્જશીટ ફાઇલ કરી આરોપીને જેલભેગો કર્યો હતો આ કેસ ચાલી જતા સ્પેશ્યલ પોકસો કોર્ટના જજએ આરોપી ચિરાગ વણોલને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.