લગ્નની તારીખ નક્કી કરી ત્યારે મહેમાનો આવ્યા પણ વરરાજો જ ન આવ્યો
ફોન બંધ કરી દીધા બાદ પૈસા પણ નહીં આપતા જેતપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુરના નવાગઢમાં રહેતી ત્યકતાને લગ્ન કરવાની લાલચ આપી મૂળ સુત્રાપાડા અને હાલ વાપી રહેતાં કોન્ટ્રાક્ટર ભરત જાદવ નામના શખ્સે 3.71 લાખ પડાવી છેતરપીંડી આચરતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
નવાગઢમાં બળદેવધારમાં રહેતાં રીધ્ધીબેન નાગવંશી ઉ.25એ મૂળ સુત્રાપાડાના હાલ વાપી રહેતા ભરત ભીષ્મા ઉર્ફે ભીખા જાદવ સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં છેતરપીંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતાપિતા સાથે રહી મજુરીકામ કરે છે. તેના લગ્ન બિહારી યુવક સાથે થયાં હતા અને સંતાનમાં બે પુત્રી છે તેણીના પતિ દારૂ પી મારપીટ કરતો હોય જેથી છુટાછેડા લઇ લીધા હતા બહેનના સાસરીયા પક્ષના સબંધી ભીખુભાઈ રામાણી જેતપુર રહી કાગવડ હોટલ ચલાવે છે ભીખુભાઈ તેણીના ઘરે અવાર-નવાર આવતા હોય જેથી દસેક મહીના પહેલા ભીખુભાઈ અને ભરત જાદવ ઘરે આવેલ અને ઘરના સભ્યોને કહેલ કે, આ ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ રાખે છે અને કોન્ટ્રાકટર છે તેમજ માવતરને કહેલ કે તમારી દીકરીને 2 નાની પુત્રી છે જેથી તેનું ભવિષ્ય સારૂ રહે અને આ ભાઇ કુંવારો છે જેથી તમારે પુત્રીના લગ્ન બાબતે કોઈ વિચાર હોય તો કહેજો ત્યારબાદ ભરત અવાર-નવાર ઘરે આવતો હોઈ જેથી તેની સાથે તેણીનું અને દિકરીઓનું ભવિષ્ય સારુ રહેશે જેથી ભરત સાથે ફોનમાં વાતોચીતો કરતી હતી એકાબીજાને પસંદ કરવા લાગેલ અને બંનેને પ્રેમ સબંધ થઇ ગયેલ હતો ભરત તેણી સાથે લગ્ન પણ કરવાનો છે તેવુ કહ્યું હતું ડિસેમ્બર 2023 ડિસેમ્બરમાં આરોપીએ ઘરે આવી મને આવાસ યોજનાનું મોટુ કામ મળેલ છે, તેમાં તાત્કાલીક 3 લાખ ભરવાના છે તેમ કહેતાં તેને કહેલ કે, અમારી પાસે ત્રણ લાખ ના હોય અમે ગરીબ માણસો છીએ, તો તેને કહેલ કે, તારી પાસે સોનાના ઘરેણા છે.
- Advertisement -
તે બેન્કમાં મુકી રૂપીયા ઉપાડીને ટેન્ડરના ત્રણ લાખ ભરી દઇશ અને મારુ જેવું બીલ પાસ થાશે એટલે તરત જ રૂપીયા ભરીને તારા ઘરેણા છોડાવી પાછા આપી દઇશ, તેવી મીઠી મીઠી વાતો કરતા તેના વિશ્વાસમાં આવી ગયેલ અને તેણીએ પોતાનો સોનાનો સેટ સાડા ત્રણ તોલાનો રૂ.1.75, સોનાનો ચેઇન રૂ.75 હજાર, સોનાની બુટી રૂ.21 હજાર મળી કુલ રૂ.2.71 લાખના સોનાના દાગીના આરોપીને આપી દિધેલ જેથી તે લઈને જતો રહેલ હતો. બાદ ગઇ તા.14/12/2023ના ફરી ભરત ઘરે આવેલ અને કહેલ કે મને જે આવાસ યોજનાનું કામ મળેલ તે કામમાં સિમેન્ટની તથા સળીયાની ગાડી આવેલ છે અને તાત્કાલીક 1 લાખ આપવાના છે અને જો ગાડી ખાલી નહી થાય તો ગાડીનું બેઠું ભાડુ મારી ઉપર ચડશે તેમ કહી પોતાના રૂ.50 હજાર અને માતાના બેંક ખાતામાં રહેલ 50 હજાર ઉપાડી કુલ રૂ.1 લાખ આપેલ હતા રબાદ તે અવાર-નવાર કહેતો કે, મારે તારીસાથે લગ્ન કરવા છે, તું લગ્નની તૈયારી કરવા લાગજે, આપણે બંને થોડા સમયમાં જ લગ્ન કરી લેશું અને લગ્ન પછી જેતપુરમાં કણકીયા પ્લોટમાં મકાન લીધેલ ત્યાં રહેવા જતા રહેશું. તેવી મોટી મોટી વાતો કરી વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ તા.24/02/2024 ના આરોપી તેણીના ઘરે આવવાનો અને ફેરા ફરી ગ્ન કરવાનો હતો જેથી તેણીએ સગા સબંધીને પણ બોલાવેલ હતા. પણ તે દિવસે ભરત આવેલ નહિ અને ફોન કરી મારી ભાણીનું એકસીડન્ટ થયેલ છે હું જુનાગઢ સીવીલમાં છું, તેમ કહી લગ્ન કરવા આવેલ ન હતો ત્યાર બાદ તેણીના ફોન પણ ઉપાડતો ન હતો અને ઘરે પણ આવતો ન હતો થી ફરિયાદી આરોપીના ગામડે તેના ઘરે પણ ગયેલ હતા પણ ત્યાં તે હાજર ન હતો. તેણીએ આરોપીને આપેલ સોનાના દાગીના અને રોકડ રૂ.1 લાખ પાછા આપેલ નથી અને તેની માંગણી કરે તો અવાર નવાર તે મારૂ બીલ પાસ થયુ નથી.
બીલ પાસ થશે એટલે તારા બધા રૂપીયા આપી દઈશ અને દાગીના પણ છોડાવીને આપી દઈશ. તેવા અવાર-નવાર ખોટા વાયદા કરી છેતરપીંડી કરી મારો વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.