સર્વેલન્સ સ્કવોડે બંદર રોડ મેરીટાઈમ બોર્ડની ઓફીસની પાછળથી દબોચ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
વેરાવળમાં સોનાના 2 ચેઈન ચોરાઈ જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. અને અંતે ચેઈનની ચોરી કરનાર શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પોલીસમાંથી મળતી વિગત મુજબ વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ સ્કવોડે ચોરીના ગુન્હામાં સીસીટીવી ફુટેજ તથા ખાનગી બાતમી રાહે પોલીસે ચોરી કરનાર શખ્સને 1.98 લાખના મુદામાલ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ભીડીયા વિસ્તારમાં રહેતા સંદિપભાઈ હરીલાલભાઈ સોલંકીના મકાનમાથી 30 ગ્રામ સોનાના 2 ચેઈનની ચોરી થયાની ફરીયાદ નોંધાયેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઈન્સ. એસ.એમ. દેવરે, એએસઆઈ.વિપુલસિંહ રાઠોડ સહિતની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન સીસીટીવી ફુટેજ તથા બાતમીના આધારે વેરાવળ, ભીડીયા, સાગરચોક, ભીડીયા પ્લોટ, વિસ્તારમાં રહેતો પિન્ટુ તિલકભાઈ સોલંકી ઉ.વ. 30ને વેરાવળ બંદર રોડ મેરીટાઇમ બોર્ડની ઓફીસની પાછળથી ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચોરીનો રૂા. 1.98 લાખનો મુદામાલ કબજે લઈ અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કર્યો હતો.