રાજકોટના શખસ પાસેથી લીધાનું રટણ : રીમાન્ડ મેળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આજી વસાહતમાં આજી નદીના કાંઠેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે એક શખસને દેશી તમંચો તથા બે કારતુસ સાથે દબોચી લઈ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
શહેરમાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવાની સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ. એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ફિરોજ શેખ, જમાદાર કિશોર ધુધલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આજીવસાહત આજીનદીના કાંઠે અગાઉ એનડીપીએસ સહિતના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ શખસ દેશી તમંચો તથા બે કારતુસ સાથે ઉભેલ હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી ઉભેલ શખસને નામઠામ પુછતા પોતે ગંજીવાડામાં રહેતો અમિન ઉર્ફે અયુબભાઈ મહેબુબ શાહમદાર ઉ.31 હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની જડતી લેતા તેની પાસેથી દેશી તમંચો, બે કારતુસ મળી આવતા ધરપકડ કરી પુછતાછ કરતા હથિયાર રાજકોટના શખસ પાસેથી શોખ ખાતર રાખવા લીધેલ હોવાની કબુલાત આપતા પોલીસે રીમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.