જિલ્લા SOG ટીમે તમંચા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સાયલા તાલુકાના નવાગામ ખાતે પ્રવીણ ડાયાભાઈ મહેતા પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખતો હોય અને હાલ આ શખ્સ પોતાના ઘરે હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ સિંગરખિયા, પી.એસ.આઇ એન. એ. રાયમા સહિતનાઓ દ્વારા સાયલાના નવાગામ ખાતે પ્રવિણભાઈ ડાયાભાઈ મહેતાના ઘરે દરોડો કરતા શીખ મળી આવ્યો હતો તેની સાથે દેશી હાથ બનાવતી તમંચો મળી આવતા જપ્ત કરી શખ્સ વિરુધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે