ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ : ભાગીદાર પેડલરની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે નાના મવા સર્કલ પાસે આવેલ આરએમસી ક્વાટરના ગેઇટ પાસે દરોડો પાડી 67,750ની કિંમતના 1.355 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઇ તેના ભાગીદાર પેડલરની શોધખોળ હાથ ઘર ઈચ્છે ગાંજો ક્યાંથી લાવ્યો હતો તે અંગે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા અને યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બાસિયાની સૂચના અંતર્ગત એસઓજી પીઆઇ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી વી ધ્રાંગુ અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ રાઠોડને મળેલી બાતમી આધારે નાના મવા સર્કલ પાસે આવેલ આરએમસી ક્વાટરના ગેઇટ પાસે વોચ ગોઠવી આ જ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા શાહરુખ કાસમભાઈ જુણાચ ઉ.29ને ઝડપી લઇ જડતી લેતા 67,750ની કિંમતનો 1.355 કિલો ગાંજો મળી આવતા પોલીસે ગાંજો, મોબાઈલ અને એક્સેસ સહીત 1,57,750નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતા ભાગીદાર તરીકે અસલમ ભીખુભાઇ સમાનું નામ આપતા પોલીસે ગુનો નોંધી ભાગીદારની શોધખોળ હાથ ધરી છે આ જથ્થો ક્યાંથી લાવ્યો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



