1300ની દવા કંપનીના મામે 250માં બટકાવતો હતો : ગ્રામ્ય જઘૠએ કર્યો પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જીલ્લામાં કાંગશીયાળી ગામની સીમમાં ટુબડી ક્ધસન્ટલીગ નામની ખેતીની દવાના નામે નકલી દવાઓ કેટલાક શખસો વેચતા હોવાની ફરીયાદના આધારે જીલ્લા એસઓજીની ટીમે વોચ ગોઠવી અમરેલીના કમીશન એજન્ટને પકડી લઈ તેની પાસેથી 7.75 લાખની કિંમતના નકલી દવાઓનો જથ્થો કબજે કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી રહેતા અને ઉતર પ્રદેશમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી. નામે ખેતીની દવા બનાવતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રેમ દયારામ શર્માએ જીલ્લા એસપીને ફરીયાદ કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી અમારી કંપનીની દવાઓ સસ્તાભાવે વેંચતા હોવાની ફરીયાદ કરતા એસઓજીના પીઆઈ એફ એ પારગી સહીતના સ્ટાફે તપાસ કરી છટકુ ગોઠવી કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં અમરેલીનો શખસ નકલી દવાઓની હેરાફેરી કરતો અમરેલીનો દર્શન જયેશભાઈ ગઢાદરા નામના શખસને 7.75 લાખની કિંમતના નકલી દવાઓના જથ્થા સાથે ઝડપી લીધો હતો. બનાવને પગલે શાપર પોલીસે દર્શન સામે ગુનો નોધી તેની પાસેથી દવાઓનો જથ્થો મોબાઈલ સહીતની મતા કબજે કરી તેની પુછતાછ કરી હતી. પોલીસની તપાસમાં ખેતીની દવાઓ બનાવતી ટુબડી ક્ધસન્ટલીગ કંપનીની દવાઓ 1300માં વેચાતી હોય જે કમીશન એજન્ટ દર્શન માત્ર 250માં વેચતો હોવાનુ બહાર આવતા આ દવાઓનો જથ્થો ક્યાથી લાવ્યો? તેમજ અન્ય કેટલાક કમીશન એજન્ટો છે? સહીતની તપાસ હાથ ધરી છે.