સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે બનેલી ઘટનામાં 75,400નો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે પોતાના પરવાનાવાળા હથિયાર વડે હવામાં ફાયરિંગ કરીને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર એક શખ્સને જઘૠ ટીમે ઝડપી પાડ્યો છે.
- Advertisement -
મૂળ બિહારના વતની રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (ઉ.વ. 45) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીએ 15 ઓગસ્ટના રોજ કુમાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોની હાજરીમાં પોતાના હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરીને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, જેનાથી અન્ય લોકોનો જીવ જોખમાઈ શકે તેમ હતો.
એસઓજી ટીમે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ₹50,000ની કિંમતની એક પિસ્તોલ, ₹400ની કિંમતના 6 જીવતા કારતૂસ અને ₹25,000નો એક મોબાઈલ ફોન મળીને કુલ ₹75,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



