આંચકી આવ્યા બાદ ઢળી પડ્યો, મોઢામાંથી ફીણ નીકળી ગયા, હોસ્પિટલમાં દમ તોડ્યો
DCBએ જયપુરથી ઝડપી લઈ A ડિવિઝન પોલીસને સોપયો હતો, ફોરેન્સિક PM
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હત્યાની કોશિષના બે ગુનામાં ઝડપાયેલા આરોપીનું પોલીસ સ્ટેશનમાં ખેંચ આવ્યા બાદ મોઢામાંથી ફિણ નીકળતા તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું કસ્ટડીયલ ડેથના બનાવને પગલે એસીપી . ડિસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા આરોપીનું ફોરેન્સીક પી એમ કરાવવામાં આવ્યું હતું
શહેરની કેદારનાથ સોસાયટીમાં રહેતો ભાવેશ વિનોદભાઈ ગોલ ઉ.વ 35 નામના શખસે ગત તા. 20ના પંચનાથ પ્લોટ સ્થિત દિગબંર જૈન મંદીરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર અમીતભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો આ અંગે એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી તે પછી અમીતભાઈ ઉપર 1 જુલાઈના રોજ કાર ચડાવી દઈ હત્યાની કોશીષ કરી હોય તેના ભાઈએ ભકિતનગર પોલીસમાં ગત 23 તારીખે બીજી ફરીયાદ નોંધાવી હતી અગાઉ કરેલી ફરીયાદમાં ગત14 તારીખે આરોપીને પકડયો હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી દરમીયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ગોંડલીયા અને ટીમને મળેલી બાતમી આધારે હત્યાની કોશિષના બે ગુનામાં સંડોવાયેલા આરોપીને જયપુરથી દબોચી લઈ રાજકોટ લાવી એ ડિવીઝન પોલીસને કબજો સોંપયો હતો.
આ અંગે પીઆઈ આર જી બારોટએ જણાવ્યું હતું પોલીસ પ્રાથમિક પુછપરછ કરતી હતી ત્યારે આરોપીને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડયો હતો અને મોઢામાંથી ફિણ નીકળવા લાગતા તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો જયાં ટુંકી સારવાર દરમીયાન દમ તોડી દીધો હતો ઘટનાને પગલે એસીપી, ડિસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક આરોપી માનસીક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવવામાં આવ્યું હતું