મામલતદાર ગોહિલ દ્વારા ફટાકડા સ્ટોલ ધારકોને બંધ રાખવા આદેશ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે જેમાં હિન્દુઓ માટે મહત્વનો તહેવાર અને નવા વર્ષનું આગમન થતા ધવલીનો પ્રવ બિલકુલ નજીક આવી ચૂક્યો છે ત્યારે દિવાળી નિમિતે ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ પણ ઊભા કરી દેવાયા છે જેમાં ધ્રાંગધ્રા શહેર ખાતે પણ લગભગ દરેક વિસ્તારોમાં ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ધમધમતા હોવાનું નજરે પડે છે. ત્યારે મોટાભાગના તમામ સ્ટોલ ગેરકાયદેસર જ ગણાવી શકાય છે કારણ કે સરકારી રેકર્ડ મુજબ ધ્રાંગધ્રા શહેરમાં માત્ર ત્રણથી ચાર વેપારીઓને જ દારૂખાનું રાખવા માટેનું લાયસન્સ છે જેનાથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે અન્ય તમામ ફટાકડાના સ્ટોલ ધારકો ગેરકાયદેસર જ ગણાવી શકાય. ત્યારે ઠેર ઠેર સ્ટોલ નાખી ફટાકડા વેચાણ કરવા બેસી ગયેલા વેપારીઓ સામે ધ્રાંગધ્રા મામલતદાર આકરા પાણીએ જીવ મળ્યા હતા. ગત શનિવારે મામલતદાર ગોહિલ દ્વારા તમામ ફટાકડા ધારકોના સ્ટોલ પર જઈ પોતે જ ફટાકડાના સ્ટોલ બંધ કરાવ્યા હતા જોકે મામલતદાર દ્વારા તમામ ફટાકડા સ્ટોલ ધારકોને એન.ઓ.સી અને ફાયર સેફ્ટીના કેટલાક નિયમો પાળવા રજૂ હશે તો સ્ટોલ શરૂ કરવા માટે પરવાનગી આપશે તેમ જણાવી જ્યાં સુધી નિયમોને આધીન સ્ટોલ ન થાય ત્યાં સુધી બંધ રાખવા કડક સૂચના અને આદેશ આપી દેવાયા હતા.



