ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સરકારી જમીન પર ફુલછોડ વાવવા માટે આપેલી જમીન પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ ચરાડવાએ પેશકદમી કરી હોવાની ગ્રામ પંચાયતે ફરિયાદ કરી હતી જે અંગે મામલતદારે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને તારીખ 21 જુલાઈએ જરૂરી પુરાવા સાથે હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું છે અને આ ફરમાનનો અનાદર કરતા આ બાબતે કોઈ રજૂઆત કરવા માંગતા ન હોવાનું માની લેવામાં આવશે તેવું જણાવ્યું છે.
સુંદરગઢ ગામે આવેલી સરકારી ખરાબા નંબર 528 પૈકી આશરે 8 એકર જમીન પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટે બિનઅધિકૃત રીતે કબજો જમાવતા સુંદરગઢ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આ જમીન ખુલ્લી કરાવવા તેમજ તેનો ગામ હેતુ માટે ઉપયોગ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા હળવદ મામલતદારને આ ખરાબો ખુલ્લો કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને સુંદરગઢની રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટની જમીનની અધિકારીઓ અને પંચોએ રૂબરૂ મુલાકાત લઈ આશરે આઠ એકર જમીન પર કબજો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી કરીને રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને તારીખ 21 જુલાઈના રોજ બપોરે 3:30 કલાકે મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે અને જો આ હુકમનો રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ અનાદર કરશે તો આ બાબતે કાંઈ રજૂઆત કરવા માંગતા નથી તેવું મામલતદાર કચેરી માની લેશે તેમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.