પાંચથી વધુ ગેરકાયદે નોનવેજની દુકાનો સીલ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
થાનગઢ શહેર વિસ્તારથી નજીક ચાલતી નોનવેજની દુકાનો પર મામલતદારની ટીમ દ્વારા ગઈકાલે સાંજે તવાઈ બોલાવી હતી જેમાં શહેરી વિસ્તારમાં આવેલી છ જેટલી દુકાનો અને મકાનોમાં વેચાણ થતા ગેરકાયદેસર નોનવેજ પર મામલતદાર અને તેઓની ટીમ દ્વારા દરોડો કરી તમામ ગેરકાયદેસર નોનવેજની દુકાન ધારકો પાસે લાયસન્સ રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ જે નિવેજ દુકાન ધારકો પાસે લાયસન્સ ન હોય તે તમામ છ દુકાનોને મામલતદાર દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.