પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે અને કોઈપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. ટીએમસીનું ગઠબંધન લોકો સાથે રહેશે.
જો લોકો ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પરથી દૂર કરવા માગે છે, તો તેઓ અમને મત આપશે. તેમણે દાવો કર્યો કે લોકો તેમની સાથે છે. મમતાનું નિવેદન કોંગ્રેસના બાયરન બિસ્વાસે સાગરદિઘી પેટાચૂંટણીમાં લગભગ 23,000 મતોથી જીત્યા બાદ આવ્યું છે.
- Advertisement -
BJP,Congress&CPIM all are together. All playing communal card. TMC can fight these three forces all alone. We did this in 2021 as well.TMC will alliance with people in 2024.We'll not go with any other political party.We'll fight alone with people's support: West Bengal CM (02.03) pic.twitter.com/FgTxa8alvN
— ANI (@ANI) March 3, 2023
- Advertisement -
પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર મમતા બેનર્જીએ શું કહ્યું?
TMC ને પેટા ચૂંટણીમાં હાર બાદ આઘાત લાગ્યો છે. INCના બાયરન બિસ્વાસે આ સીટ જીતી છે. ટીએમસીના દેવાશિષ બેનર્જી બીજા નંબરે છે. મમતાએ આ દરમ્યાન કહ્યું કે ભાજપ, કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) અથવા સીપીઆઈ(એમ) વચ્ચેના “અનૈતિક” જોડાણને કારણે કોંગ્રેસે સાગરદીઘી પેટાચૂંટણી જીતી છે.
તેમણે કહ્યું કે જો તમે સાગરદીઘીમાં ભાજપનો વોટ શેર જુઓ તો તે લગભગ 22 ટકા હતો. આ વખતે, તેમણે તેમના મતો કોંગ્રેસ તરફ સ્થાનાંતરિત કર્યા અને માત્ર 13 ટકા મત મેળવી શક્યા.