શુક્રવારે ઇટલીના અપુલિયામાં આયોજિત સમિટ દરમિયાન મેલોનીએ લીધેલા ફોટામાં બંને નેતાઓને હસતા જોઈ શકાય છે. X અને Instagram પર વીડિયોમાં તમે મેલોનીને “મેલોડી ટીમ તરફથી હેલો” કહેતા સાંભળી શકો છો. પીએમ મોદી પણ તેમની સાથે ઉભા છે. તેમણે વિડિયોને કેપ્શન આપ્યું, “Hi friends, from #Melodi”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીમાં જી-7 સમિટ દરમિયાન અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સમિટના યજમાન અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી અને એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં બંને વડાપ્રધાન હસતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. માત્ર 20 મિનિટમાં એક લાખથી વધુ લાઈક્સ મળી છે. 10 હજારથી વધુ યુઝર્સે કમેન્ટ કરી છે.
શુક્રવારે ઇટાલીના અપુલિયામાં આયોજિત સમિટ દરમિયાન મેલોનીએ લીધેલા ફોટામાં બંને નેતાઓને હસતા જોઈ શકાય છે. X અને Instagram પર વીડિયોમાં તમે મેલોનીને “મેલોડી ટીમ તરફથી હેલો” કહેતા સાંભળી શકો છો. પીએમ મોદી પણ તેમની સાથે ઉભા છે. તેમણે વિડિયોને કેપ્શન આપ્યું, “Hi friends, from #Melodi”
અગાઉ મેલોની સાથેની તેમની મુલાકાત વિશે, પીએમ મોદી મોદીએ X પર લખ્યું, “વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ખૂબ સારી વાતચીત થઈ. G-7 સમિટનો ભાગ બનવા માટે ભારતને આમંત્રણ આપવા અને અદ્ભુત વ્યવસ્થા માટે તેમનો આભાર માન્યો. અમે વાણિજ્ય, ઉર્જા, સંરક્ષણ, ટેલિકોમ્યુનિકેશન અને અન્ય ક્ષેત્રોમાં ભારત-ઇટાલી સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. “બંને દેશો ભવિષ્યના ક્ષેત્રો જેમ કે બાયોફ્યુઅલ, ફૂડ પ્રોસેસિંગ અને ક્રિટિકલ મિનરલ્સમાં સાથે મળીને કામ કરશે.”
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેલોનીએ પીએમ મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ G-7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા માટેના આમંત્રણ બદલ તેમનો આભાર માન્યો અને સમિટના સફળ સમાપન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી.