કોંગ્રેસના નવા અધ્યક્ષનો તાજ મલ્લિકાર્જુન ખડગેના શિરે આવી ગયો છે. જેમાં શશિ થરૂરના ફાળે માત્ર 1072 મત પ્રાપ્ત થયાં છે.
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીના અંતે પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની જીત થઇ ગઇ છે. જેમાં કુલ 9385માંથી 7897 વોટ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા છે. જ્યારે શશી થરૂરને માત્ર 1072 મત જ પ્રાપ્ત થયાં છે.
- Advertisement -
ખડગે અને શશી થરૂર વચ્ચે હતી ટક્કર
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી. જેમાથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની જીત થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી યોજાઈ હતી અને પ્રેદશના કોંગ્રેસના કાર્યાલય ખાતે તેમનો મતદાન થયું હતું. જેઓ બંન્ને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રચાર અર્થે ગુજરાતમાં પણ આવ્યા હતા.
24 વર્ષ બાદ કોંગ્રેસને મળ્યા પ્રથમ બિન ગાંધી પરિવારના 65માં અધ્યક્ષ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે નવા અધ્યક્ષની વરણી થતા પાર્ટીને 24 વર્ષ બાદ પહેલી વાર કોંગ્રેસને બિન ગાંધી પરિવારના 65માં અધ્યક્ષ મળી ગયા છે.
Congress Presidential candidate Shashi Tharoor issues a statement congratulating Congress President-elect Mallikarjun Kharge; says "I believe the revival of our party has truly begun today." pic.twitter.com/tNnqti8CIT
— ANI (@ANI) October 19, 2022
મલ્લિકાર્જુન ખડગે અને શથી શરુર વચ્ચે યોજાયો હતો મુકાબલો
કોંગ્રેસ અધ્યક્ષ પદનો મુકાબલો બે ઉમેદવાર વચ્ચે હતો. મલ્લિકાર્જુન ખડગે અને શથી શરુર અધ્યક્ષ પદ માટે મેદાનમાં હતા અને જેમાં ખડગેનું પલડું શરૂઆતથી જ ભારે ગણાતું હતું. તો ખડગે એવું પણ નિવેદન આપી ચૂક્યા હતા કે પાર્ટી ચલાવવામાં તેઓ સોનિયા ગાંધીનું માર્ગદર્શન લેતા રહેશે.
તેઓ ભારત સરકારમાં રેલ્વેમાં પૂર્વ મંત્રી પણ હતા
મલ્લિકાર્જુન ખડગે 16મી લોકસભામાં કર્ણાટક Indian National Congress પાર્ટીના કદાવર નેતા છે. તેઓ કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ આવ્યા છે. તો આ સાથે જ તેઓ ભારત સરકારમાં રેલ્વેમાં પૂર્વ મંત્રી પણ હતા. તેમની છબી એક સ્વચ્છ અને સક્ષમ નેતાની છે. તેઓ રાજકારણ, કાયદો, વહીવટની ગતિશીલતાના સારા જાણકાર માનવામાં આવે છે. નરેન્દ્રમોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર વિરુદ્ધ લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે પોતાનું નેતૃત્વ કર્યુ. તેમણે સતત 10 વખત ચૂંટણી જીતી અને સતત 9 વખત ગુલબર્ગાથી સામાન્ય ચૂંટણી જીતી છે. તેઓ 40 વર્ષ માટે ધારાસભ્ય રહી ચૂક્યા છે.