માલાબાર એક્સરસાઇઝ 8 નવેમ્બરથી એટલે કે આજથી જાપાનના યોકોસુકા બંદર પાસે આવેલ દરિયામાં 18 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે.
આજથી જાપાનમાં માલાબાર એક્સરસાઇઝ 2022(Malabar Exercise 2022) શરૂ થવા જઈ રહી છે. સમુદ્રમાં ચીનની આક્રમકતા સામે ક્વાડના ક્વોડના ચાર દેશ યુદ્ધાભ્યાસ કરશે. જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળ શામેલ થશે. માલાબાર એક્સરસાઇઝ 8 નવેમ્બરથી એટલે કે આજથી જાપાનના યોકોસુકા બંદર પાસે આવેલ દરિયામાં 18 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે.
- Advertisement -
#INSShivalik & #INSKamorta led by RAdm Sanjay Bhalla #FOCEF at the #InternationalFleetReview by #JMSDF at Yokosuka, #Japan, saluted the Prime Minister of Japan Mr Fumio Kishida embarked onboard #JSIzumo with Japanese martial music & Saare Jahan Se Achha playing in the background. pic.twitter.com/Fvn7ZUXpz7
— SpokespersonNavy (@indiannavy) November 7, 2022
- Advertisement -
જણાવી દઈએ કે માલાબાર એક્સરસાઇઝને 30 વર્ષ પૂરા થયા છે. વર્ષ 1992માં ભારત અને અમેરિકાની વચ્ચે શરું થયેલ આ માલાબાર એક્સરસાઇઝ માં આગળ જતાં જાપાન અને વર્ષ 2020થી ઓસ્ટ્રેલિયાની નૌસેના એ પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ વખતે માલાબાર એક્સરસાઇઝ માં ભારત તરફથી INS શિવાલિક અને INS કામોર્ત (INS Shivalik and INS Karmota) ઉપરાંત P-8I એરક્રાફ્ટ પણ ભાગ લેશે.
ચીનને ખટકે છે આ યુદ્ધાભ્યાસ
ચીનને આ યુદ્ધાભ્યાસ જરા પણ પસંદ નથી. જાપાન અને ઓસ્ટ્રેલિયા આ એક્સરસાઇઝમાં જોડાયા બાદ ચીન હંમેશા નાખુશ રહ્યું છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ એકબીજાના હિતોની રક્ષા કરવા માટે આ ક્વોડ સંગઠનની રચના કરી છે. જો કે આ જ કારણ છે કે આ વર્ષે યોજાનારી માલાબાર એક્સરસાઇઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત ખાસ જાણવાનું રહ્યું કે આ એક્સરસાઇઝ ના ઉદ્ઘાટન સમારોહમાં ચારે દેશોના નૌકાદળના પ્રમુખ ત્યાં હાજર રહેશે.
Adm R Hari Kumar #CNS met Navy Chiefs of @Australian_Navy, @jmsdf_pao_eng & @USNavy, ahead of commencement of 2022 edition of Ex #Malabar2022, marking 30th anniversary of the engagement. Leaders exchanged views on further enhancing #interoperability in future editions of #MALABAR https://t.co/QJfnIxdL0E pic.twitter.com/YsArOyKdzC
— SpokespersonNavy (@indiannavy) November 5, 2022
ચીનની વધતી નૌકાદળ શક્તિ સામે
ભારત તેના સ્ટીલ્થ ફ્રિગેટ INS શિવાલિક, એન્ટી-સબમરીન કોર્વેટ INS કામોર્ટા અને દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I તૈનાત કરશે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ એ આ ‘ક્વાડ’ના અન્ય સભ્યો છે અને ચાર દેશોની આ સંયુક્ત એક્સરસાઇઝને ઈન્ડો-પેસિફિકમાં ચીનની વધતી નૌકાશક્તિ સામે સુરક્ષા કવચ તરીકે જોવામાં આવી રહ્યું છે.
This frame is fabulous and speaks a lot. What say tweeple? #Malabar2022 @USNavy @USNavyCNO @indiannavy @jmsdf_pao_eng @Australian_Navy @CN_Australia @nitingokhale @BharatShaktiBSI @VGK_India @amitabhprevi @Arun_Golaya @bsdhanoa @realkaypius @InsightGL @ThingsNavy @majorgauravarya pic.twitter.com/hG7IlfdV68
— Captain DK Sharma (@CaptDKS) November 5, 2022



