જૂનાગઢ મહાનગરપાલિકાને ડીજિટલ બનાવવાનું કામ અભેરાઇ પરનાં અહેવાલ ખાસ-ખબરમાં
ડીજીટલ બનાવવા માટે ટેન્ડરનું કામ સરકારની નિયુક્ત કરેલ નોડલ એજન્સીનાં નિયમ માનવા તૈયાર નથી
- Advertisement -
મનપા કમિશનર રાજેશ તન્નાએ સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી પણ સમિતિએ પેન્ડિંગ રાખી દીધી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકામાંથી ભ્રષ્ટાચારનાં વાવડ અવારનવાર આવતા રહે છે. જૂનાગઢ મહાનગર પાલીકામાં વાહનની ખરીદી કૌભાંડ, ગાયનું કૌભાંડ, ગ્રીન કૌભાંડ, ટાઉન હોલનાં કામમાં ગેરરીતી સહિતનાં અનેક કૌભાંડ છાપરે ચડી ચૂક્યાં છે. આજ સુધીમાં માત્ર એક કમિશ્ર્નર સામે તપાસ થઇ છે. પરંતુ એક પણ શાખા અધિકારી સામે કોઇ જ પગલા લેવાયા નથી. તાજેતરમાં જ લાઇટ શાખાનાં અધિકારીને સસ્પેન્ડ કરવા સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો છે. કારણ કે આ અધિકારીએ 10 વર્ષનું ઓડીટ રજુ કર્યું ન હતું. સ્થાયી સમિતી અને શાસક પક્ષ ભ્રષ્ટાચાર મુકતની વાતો કરે છે. પરંતું તેમા કેટલી વાસ્તવીકતા છે ?તેવા સવાલ ઉભા થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડીજીટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યાં છે.તેના પક્ષનાં નેતાઓમાં આમા રસ ન હોય તેવું લાગી રહ્યું છે. વર્તમાન સમયમાં ઇ-ગવર્નન્સ અને ડીજીટલ મીશનનાં માધ્યમથી ટેકનોલોજીનો મહત્મ ઉપયોગ કરી ભ્રષ્ટાચાર મુકત કરવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકમાં ભ્રષ્ટાચાર મુકત કરવાનાં હવનમાં કેટલાક લોકો હાડકા નાખી રહ્યાં છે. જૂનાગઢ મહાનગર પાલીકમાં ઇ-ગવર્નન્સ પ્રોજેકટમાં જ નીતી નિયમો નેવે મુકી લાયકાત વગરની કંપનીને ફાયદો કરાવવાનાં ભરપૂર પ્રયાસ થઇ રહ્યાં છે. પરિણામે પાલીકાને ડીજીટલ બનાવવાનાં કામમાં વિલંબ થઇ રહ્યો છે. પાંચ-છ મહિના પહેલા મનપાનાં કમિશ્ર્નર રાજેશ તન્નાએ સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી હતી. દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જૂનાગઢ મહાનગર પાલીકાની ઇ-ગવર્નન્સ સર્વિસઝ ઓપન ર્સોસ બેઝડ ઇઆરપી સોલ્યુશનનાં અમલીકરણ કરવા સીસ્ટમ ઇન્ટીગ્રેટર મારફત જુદાજુદા મોડયુલસ ડેવલોપ કરવા માટે ગાંધીનગરની જીઆઇપીએલની નિમણુંક કરવામાં આવી છે. એજન્સીનાં પ્રતિનિધી દ્વારા તા. 15 માર્ચ 2022નાં ટેન્ડર કમિટી સામે ડ્રાફટ ટેન્ડર રજુ કરવામાં આવ્યું છે. તેમજ મીનીટસ ઓફ મીટીંગ પણ રજુ કરાઇ છે. જૂનાગઢ મનપાની ઇ-ગવર્નન્સ સર્વિસઝ અર્થે ઓપન સોર્સ બેઝડ ઇઆરપી સોલ્યુશન અમલીકરણ કરવા સીસ્ટમ ઇન્ટગ્રેટર મારફત જુદાજુદા મોડયુલ ડેવલોપ કરવા તૈયાર કરવામાં આવેલ ઇ-ટેન્ડરની મંજુર કરવું. પરંતુ આજ સુધી આ પ્રક્રિયા આગળ વધારવામાં આવી નથી. એટલું જ નહી મનપાનાં કેટલાક નેતાઓ દ્વારા કમિશ્ર્નર ઉપર પણ દબાણ નાખવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.તેમજ મનપાને ડીજીટલ બનાવવા માટે ટેન્ડરનુ કામ સરકારની નિયુકત કરેલ નોડલ એજન્સીનાં નિમય પણ માનવા તૈયાર ન હોવાનુ ચર્ચા રહ્યું છે.
ITનાં પ્રોજેકટ માટે કેન્દ્રનો GR છે
સરકારી કચેરીમાં આઇટીનાં પ્રોજેકટ માટે કેન્દ્ર સરકારનો જીઆર છે. તેના નિમય મુજબ જીઆરને અનુસરવાનું હોય છે. આઇટીનાં પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર માટે જીઆર અનુસાર દરેક રાજયને ગાઇલાઇન્સમાં મોડેલ આરએફપીનો ઉલ્લેખ કરી એ જ નિયમ મુજબ ટેન્ડર બનાવવાની તાકીદ કરવામાં આવી છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકા આઇટીનાં પ્રોજેકટ માટે સરકારનાં જીઆરને જાણે માનવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. પોતાનાં મળતીયાઓને કામ આપવાની વેતરણ કરી રહી છે. જૂનાગઢ મહાનગર પાલીકાને ડીજીટલ બનાવવા માટે ટેન્ડર બનાવવાનું કામ રાજય સરકારની નિયુકત કરાયેલી નોડલ એજન્સી ગુજરાત ઇન્ફો પેટ્રો લી(જીઆઇપીએલ)ને પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલટન્ટ તરીકે નિમવામાં આવેલ છે.