શિયાળામાં લોકો વિવિધ પ્રકારનાં લાડુ ખાવાનું પસંદ કરે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે અને શરીર પણ ગરમ રહે છે.
શિયાળામાં લોકો વિવિધ પ્રકારનાં લાડુ ખાવાનું પસંદ કરે છે. અલગ-અલગ પ્રકારનાં લાડુનાં સેવનથી શરીર ગરમ રહે છે. આ લાડુનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. જાણો આ લાડુ વિશે જેના સેવનથી હાડકાં મજબૂત બને છે.
- Advertisement -
ડ્રાઈ ફ્રૂટ્સનાં લાડુ
બદામ, કાજુ અને ખજૂર જેવા ડ્રાઈ ફ્રૂટ્સનાં લાડુનાં સેવનથી હાડકાં મજબૂત બને છે. આ તમારા માનસિક વિકાસ માટે પણ ફાયદાકારક છે.
- Advertisement -
ગુંદરનાં લાડુ
ગુંદરનાં લાડુમાં કેલ્શિયમ, એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીન જેવા ગુણ હોય છે. જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે. આ સાથે હ્રદયનાં સ્વાસ્થ્યમાં પણ સુધાર કરે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત આપે છે.
મગફળીનાં લાડુ
મગફળીમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. મગફળીનાં લાડુનાં સેવનથી હાડકાં મજબૂત બને છે અને તે પાચન માટે પણ સારા હોય છે. આ લાડુનાં સેવનથી શરીર ગરમ રહે છે.
અળસીનાં લાડુ
અળસીમાં ઓમેગા 3 ફેરી એસિડ સાથે પ્રોટીનનું પણ સારું પ્રમાણ હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે અને આ સાથે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે. જો તમારે વજન ઘટાડવો હોય તો અળસીનાં લાડુનું સેવન કરવું જોઈએ.
તલનાં લાડુ
શરીરને ગરમ રાખવા માટે તલનાં લાડુનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે. આ સાથે હાડકાં પણ મજબૂત બને છે.