પરીક્ષા પે ચર્ચા
માર્ક્સની બીમારી ફેલાઈ ગઈ છે, તમને છેલ્લાં વર્ષના ટોપર્સનાં નામ યાદ છે?: ઙખ મોદી
- Advertisement -
PMએ વિદ્યાર્થીઓને કહ્યું, ‘વિકસિત ભારતને પોતાનું સપનું બનાવો’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 વાગ્યે વાર્ષિક ‘પરીક્ષા પે ચર્ચા’ (ઙઙઈ) કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. 2026ની આ 9મી આવૃત્તિમાં પીએમ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવમુક્ત રહેવામાં મદદ કરવા અને લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ટિપ્સ આપી.
ડ પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું-આ વખતે પરીક્ષા પે ચર્ચા અવશ્ય જુઓ. ‘આ વર્ષે ઘણા રસપ્રદ વિષયો છે, ખાસ કરીને તણાવમુક્ત રહેવાની જરૂરિયાત, શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ઘણું બધું. આ એક એવું પ્લેટફોર્મ છે, જેનો મેં હંમેશાં આનંદ માણ્યો છે, કારણ કે એ મને દેશભરના હોશિયાર દિમાગ સાથે વાતચીત કરવાની તક આપે છે.’
27 જાન્યુઆરીના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિનો વીડિયો રિલીઝ થયો હતો, જેમાં પીએમ અલગ-અલગ સ્થળોએ બાળકો સાથે સવાલ-જવાબ કરતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ 5 રાજ્ય- દિલ્હી, કોઈમ્બતુર (તામિલનાડુ), રાયપુર (છત્તીસગઢ), દેવ મોગરા (ગુજરાત) અને ગુવાહાટી (આસામ)માં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે.
ઙઙઈની 9મી આવૃત્તિમાં 4.5 કરોડથી વધુ નોંધાયેલા સહભાગીઓ અને 2.26 કરોડ વધારાના લોકો હતા, જેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ વર્ષે કુલ સહભાગિતા 6.76 કરોડથી વધુ છે. ‘પરીક્ષા પે ચર્ચા’નો એપિસોડ સોની કઈંટઊ, પ્રાઇમ વીડિયો અને ઝી 5 જેવાં ઘઝઝ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.
જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે તમે લોકો 39-40 વર્ષના હશો. તમારે અત્યારથી જ વિકસિત ભારતને પોતાનું સપનું બનાવવું જોઈએ. ભગત સિંહ આઝાદીનું સપનું દિલમાં રાખીને ફાંસી પર ચડી ગયા. જે લોકોએ આઝાદીના 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા બલિદાન આપ્યા, તેનાથી જ આઝાદી મળી. પોતાનું સપનું બનાવો કે વિકસિત ભારત માટે મારે શું કરવાનું છે.
સ્ટુડન્ટે સવાલ કર્યો કે પ્રેઝન્ટેશન આપતી વખતે હું ગભરાઈ જાઉં છું. આ ડરને કેવી રીતે ભગાવવો?
ઙખએ કહ્યું- ક્યારેય જોયું છે કે ફૂટપાથ પર કોઈ ગરીબ મહિલા પણ જ્યારે ટીવી પર કોઈ ઘટના વિશે જણાવે છે તો કેટલા આત્મવિશ્ર્વાસથી વાત કરે છે. શું તેણે ઈન્ટરવ્યૂની કોઈ પ્રેક્ટિસ કરી છે? ના. તેનો આત્મવિશ્ર્વાસ તેની સચ્ચાઈમાંથી આવે છે. તેને ખબર છે કે તેણે જે જોયું છે તે જ કહેવાનું છે. તમે પણ તમારા કરેલા કામ પર ભરોસો રાખશો તો પ્રેઝન્ટેશનનો ડર ભાગી જશે.
ગોવાના શ્રીજીત ગાડગિલે સવાલ કર્યો કે, મને ગેમિંગમાં ખૂબ જ રસ છે, પરંતુ વાલીઓ સમજતા નથી. હું શું કરું?
ઙખએ જવાબ આપ્યો- ભારત દેશ કહાનીઓથી ભરેલો છે. તમે પોતાની ગેમ બનાવો. પંચતંત્રની કહાની પર ગેમ બનાવો. અભિમન્યુની કહાની પર ગેમ બનાવો અને પોતાની વેબસાઈટ બનાવીને તેના પર લોન્ચ કરો. ધીરે ધીરે જોશો કે કેટલા લોકો તમારી ગેમ્સ રમી રહ્યા છે.



