ઉત્તર એટલાન્ટિક અને કેરેબિયન સમુદ્રમાં રશિયન જહાજ ‘મેરિનેરા’ અને ‘સોફિયા’ પર અમેરિકાનો સકંજો
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.8
- Advertisement -
અમેરિકાએ ગત શનિવારે એક મોટા સૈન્ય ઓપરેશનમાં વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી કરનારા બે મોટા ટેન્કરોને પકડી પાડ્યા છે. બીબીસીના અહેવાલ મુજબ, આ પૈકીનું એક જહાજ રશિયાનું ’મેરિનેરા’ (ખફશિક્ષયફિ) છે, જ્યારે બીજા જહાજનું નામ ’સોફિયા’ છે, જે પનામાનું હોવાનું મનાય છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓ છેલ્લા બે અઠવાડિયાથી આ જહાજોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી હતી.
આ બંને જહાજોની ધરપકડ માત્ર થોડા કલાકોના અંતરે કરવામાં આવી હતી. અમેરિકાએ રશિયન ધ્વજ ધરાવતા ટેન્કર ’મેરિનેરા’ને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાંથી જપ્ત કર્યું હતું, જ્યારે પનામાના જહાજ ’સોફિયા’ને કેરેબિયન સમુદ્રમાં પકડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા અમેરિકાએ વેનેઝુએલા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને વધુ કડક બનાવવાનો સંકેત આપ્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ જહાજો વેનેઝુએલાથી તેલનો જથ્થો ભરીને ચીન અથવા અન્ય એશિયાઈ દેશોમાં પહોંચાડવાની યોજના ધરાવતા હતા. આ ઓપરેશન દરમિયાન સ્થિતિ ત્યારે તણાવપૂર્ણ બની હતી જ્યારે રશિયાએ પોતાના જહાજ ’મેરિનેરા’ની સુરક્ષા માટે સબમરીન અને અન્ય નૌસૈનિક જહાજો રવાના કર્યા હતા. જોકે, રશિયાનો આ બચાવ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને અમેરિકા આખરે બંને ટેન્કરોને પોતાના કબજામાં લેવામાં સફળ રહ્યું હતું.
અમેરિકાએ જે રશિયન જહાજને પકડ્યું છે, પહેલા તેનું નામ બેલા-1 હતું. અમેરિકાએ તેને પ્રતિબંધિત જહાજોની યાદીમાં મૂક્યું હતું. ડિસેમ્બર 2025માં તે વેનેઝુએલા તરફ જઈ રહ્યું હતું, પરંતુ અમેરિકી કોસ્ટ ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો. તે સમયે જહાજના ક્રૂ મેમ્બરની હોશિયારીથી આ જહાજ બચી ગયું હતું. ત્યારબાદ આ જહાજનું નામ બદલીને ‘મેરિનેરા’ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પર રશિયન ધ્વજ લગાવીને તેને દેશની ઓફિશિયલ રજીસ્ટ્રેશન યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું.
ત્યારબાદ આ જહાજ વેનેઝુએલા તરફ જઈ રહ્યું હતું, પરંતુ અમેરિકી બ્લોકના ડરથી તેણે રસ્તો બદલીને એટલાન્ટિક તરફ વાળી લીધો હતો, પરંતુ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો આ જહાજ પર નજર રાખી રહ્યા હતા.
હવાઈ અને દરિયાઈ દેખરેખ દ્વારા તેના દરેક પગલા પર નજર રાખવામાં આવી હતી. અમેરિકી જહાજ ઞજઈૠઈ મુનરોએ તેનો પીછો કરીને તેને પકડ્યું.
જ્યારે અમેરિકી દળોએ તેને ઉત્તર એટલાન્ટિકમાં બોર્ડ કર્યું, ત્યારે તેની પાસે રશિયાની એક સબમરીન અને અન્ય નૌકાદળના જહાજો હાજર હતા.
જોકે, કોઈ સીધો સંઘર્ષ થયો ન હતો. રશિયાએ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, પરંતુ રશિયન મીડિયાએ જહાજ પાસે હેલિકોપ્ટરની તસવીરો જાહેર કરી છે.
હકીકતમાં, ડિસેમ્બર 2025માં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની સરકાર પર દબાણ વધારવા માટે ’શેડો ફ્લીટ’ પર નાકાબંધી લગાવી હતી. જેથી તેઓ અમેરિકાની શરતો માને અને તેલ ઉદ્યોગમાં અમેરિકી કંપનીઓને જગ્યા આપે. વેનેઝુએલા પરના અમેરિકી પ્રતિબંધોને કારણે ઘણા ટેન્કરો સીધા તેલ લઈ જઈ શકતા ન હતા. તેથી વેનેઝુએલા અને તેના ગ્રાહકો (જેમ કે ચીન) ’શેડો ફ્લીટ’નો ઉપયોગ કરી રહ્યા હતા.
’શેડો ફ્લીટ’નો અર્થ છે એવા જહાજો જે પોતાનું અસલી સ્થાન અને ઓળખ છુપાવીને તેલ લઈ જાય છે. આ ટેન્કરો પોતાના ટ્રાન્સપોન્ડર બંધ કરી દે છે અથવા ધ્વજ બદલી નાખે છે જેથી અમેરિકા કે અન્ય દેશો તેમને ટ્રેક ન કરી શકે. તેને ’ડાર્ક મોડ’ પણ કહેવાય છે.
ટ્રમ્પ વેનેઝુએલા પાસેથી 5 કરોડ બેરલ તેલ લેશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ અમેરિકાને 3 થી 5 કરોડ બેરલ પ્રતિબંધિત તેલ સોંપશે. ટ્રમ્પે જણાવ્યું કે આ તેલ બજાર ભાવે વેચવામાં આવશે. તેમાંથી મળતી રકમ પર ટ્રમ્પનું નિયંત્રણ રહેશે. 5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત હાલમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ અનુસાર તેનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિતમાં કરવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેમણે ઊર્જા મંત્રી ક્રિસ રાઈટને આ યોજનાને તાત્કાલિક લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. તેલને સ્ટોરેજ જહાજો દ્વારા સીધા અમેરિકાના બંદરો સુધી લાવવામાં આવશે. નોંધનીય છે કે 2 જાન્યુઆરીએ અમેરિકાએ વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસને ધરપકડ કરીને અમેરિકા લાવવામાં આવ્યા. ત્યારબાદ ટ્રમ્પે ત્યાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવા માટે સમર્થન આપ્યું હતું. માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકી તેલ કંપનીઓ વેનેઝુએલાના ખરાબ થઈ ગયેલા તેલ માળખાને સુધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. આનાથી વેનેઝુએલાને ફરીથી તેલ ઉત્પાદનમાંથી કમાણી શરૂ કરવામાં મદદ મળશે. ફ્લોરિડામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે તેલ વેચવાના વ્યવસાયમાં છે અને અન્ય દેશોને પણ તેલ સપ્લાય કરશે. તેમણે કહ્યું કે ખરાબ માળખાને કારણે વેનેઝુએલા પોતે વધુ તેલ કાઢી શકતું ન હતું. આ પહેલાં ટ્રમ્પે સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે આપણને ડેલ્સી રોડ્રિગ્ઝ દ્વારા વેનેઝુએલા સુધી સંપૂર્ણ પહોંચ જોઈએ. ટ્રમ્પે વેનેઝુએલાને મૃત દેશ ગણાવતા કહ્યું કે તેને ફરીથી ઊભો કરવો જરૂરી છે. તેમણે કહ્યું- આપણને તેલ અને દેશની અન્ય વસ્તુઓ સુધી સંપૂર્ણ પહોંચ જોઈએ, જેથી આપણે વેનેઝુએલાને ફરીથી ઊભો કરી શકીએ. ટ્રમ્પનો દાવો છે કે વેનેઝુએલાએ અમેરિકી કંપનીઓના તેલ અધિકારો ગેરકાયદેસર રીતે છીનવી લીધા હતા. ખરેખરમાં, 1976માં વેનેઝુએલાની સરકારે સમગ્ર તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું. એનો અર્થ એ હતો કે વિદેશી તેલ કંપનીઓ જે દાયકાઓથી ત્યાં તેલ કાઢી રહી હતી, તેમના તમામ ઓપરેશન્સ અને સંપત્તિઓ વેનેઝુએલાની નવી સરકારી કંપની પેટ્રોલિયોસ ડે વેનેઝુએલા પાસે જતી રહી. આ રાષ્ટ્રીયકરણ કાયદેસર રીતે થયું અને કંપનીઓને વળતર પણ આપવામાં આવ્યું, જોકે કેટલીક કંપનીઓ આનાથી ખુશ ન હતી. તે સમયે અમેરિકી કંપનીઓએ વેનેઝુએલામાં તેલ ઉદ્યોગ વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તેથી કેટલાક લોકો તેને હજુ પણ અમેરિકી સંપત્તિ કહે છે.



