માલદીવની રાજધાની માલેમાં વિદેશી શ્રમિકોના મકાનમાં આગ લાગવાથી ઓછામાં 10 લોકોના મોત થયા છે અને આ ઘટનામા અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ આગમાં મૃત્યુ પામેલ 9 ભારતીયો અને 1 બાંગ્લાદેશી નાગરિકહતા. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, આગના કારણે નષ્ટ થયેલી બિલ્ડિંગના ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત વાહન રિપેરિંગ ગેરેજમાંથી શરૂ થઈ હતી. ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, અમને 10 મૃતદેહો મળ્યા છે. આગને કાબુમાં લેવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો.
- Advertisement -
We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals.
We are in close contact with the Maldivian authorities.
For any assistance, HCI can be reached on following numbers:
+9607361452 ; +9607790701
- Advertisement -
— India in Maldives (@HCIMaldives) November 10, 2022
માલદીવના રાજકીય પક્ષોએ વિદેશી શ્રમિકો માટે સ્થિતિની આલોચના કરી છે. એવું માનવામાં આવે છે કે માલદીવની માલેની કુલ વસ્તી 250,000 છે જેમાંથી 50% વસ્તી વિદેશી શ્રમિકોની છે. મોટાભાગે બાંગ્લાદેશ,ભારત, નેપાળ,પાકિસ્તાન અને શ્રીલંકાના છે. કોવિડ -19 દરમિયાન વિદેશી શ્રમિકોની હાલત પ્રકાશમાં આવી હતી, જ્યારે સંક્રમણ સ્થાનિય લોકોની તુલનામાં વિદેશી શ્રમિકોની તુલનામાં ત્રણ ગણો વધારે ફેલાયો હતો.
ભારતીય ઉચ્ચ આયોગે આ આગની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમણે વધુમાં જણાવ્યું કે, અમે માલદીવ સરકારની સાથે સંપર્કમાં જ છીએ.
NDMA has established an evacuation center in Maafannu Stadium for those displaced and affected by the fire in Male'. Arrangements are being made to provide relief assistance and support.
— NDMA Maldives (@NDMAmv) November 10, 2022
માલદીવની પોલીસના ઉચ્ચઅધિકારીએ જણાવ્યું કે, પોલીસ મૃતકોની ઓળખ કરવામાં લાગેલી છે. માલદીવના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, માલેમાં આગ લાગવાથી પ્રભાવિત થયેલા લોકો માટે એક સ્ટેડિયમમાં રાહત અને બચાવ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પીડિતોની મદદ માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી માલદીવમાં ખરાબ પરિસ્થિતિમાં રહેલા વિદેશી કામદારોનો મુદો ચર્ચામાં આવ્યો છે. માલદીવના રાજનૈતિક દળએ કહ્યું કે, વિદેશઈ કામદારોની દયનીય સ્થિતિમાં અહિંયા રહેવું પડે છે.