મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
મધ્ય પ્રદેશના ખંડવામાં મશાલ જુલૂસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી. મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ. દુર્ઘટનામાં 50થી વધુ લોકો સળગી ગયા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલૂસમાં એક હજારથી વધુ મશાલો હતી. તેમાંથી 200 મશાલો સળગાવવામાં આવી હતી. મશાલમાં લાકડાનો વહેર અને કપૂરનો ભૂક્કો હતો, જેનાથી આગ વધુ ભડકી ગઈ. મશાલ જુલૂસનું આયોજન રાષ્ટ્ર ભક્ત વીર યુવા મંચે કર્યું હતું.
- Advertisement -
આતંકવાદ વિરુદ્ધ આયોજિત થયેલા કાર્યક્રમમાં તેલંગાણાના ભાજપ નેતા ટી રાજા અને પશ્ચિમ બંગાળ ભાજપ પ્રવક્તા નાજિયા ખાન સામેલ થયા હતા. તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમનું નેતૃત્વ હિંદુવાદી નેતા અશોક પાલીવાલ કરી રહ્યા હતા. સમાપન દરમિયાન દુર્ઘટના થઈ. દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ. જેમાં ભાગદોડના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મશાલ ઊંધી થવાથી લાગી આગ
અહેવાલ મુજબ 26/11 આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખંડવાના બડાબમ ચોકમાં ગુરુવારની સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો. સમાપન પહેલા રાત્રે લગભગ 11 વાગે મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. લગભગ 1000 મશાલ સળગાવવાનો કાર્યક્રમ હતો. પરંતુ 200 મશાલ જ સળગાવવામાં આવી હતી. અડધો કલાક સુધી મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. ઘંટાઘર ચોક પર સમાપન દરમિયાન લોકો મશાલ મૂકવા લાગ્યા. અચાનક અમુક મશાલ ઉલટી થઈ ગઈ અને તેણે ઝડપથી આગ પકડી લીધી. એકદમ આગની લપેટો વધવાથી લોકો તેનાથી સળગી ગયા. ઘટના બાદ ત્યાં અફરા-તફરી અને ભાગદોડ મચી ગઈ.
- Advertisement -
30 ઈજાગ્રસ્ત પહોંચ્યા જિલ્લા હોસ્પિટલ
જાણકારી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયુ. ગમે તેમ કરીને આગને ઓલવવામાં આવી. દુર્ઘટનામાં 50 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમાં અમુક લોકો આગથી સળગ્યા હતા અને કેટલાકને ભાગદોડના કારણે ઈજા પહોંચી. પોલીસે તમામને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર 30 લોકોને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા. જેમાં 12 લોકોને દાખલ કરવામાં આવ્યા. અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળક પણ સામેલ હતાં.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા લોકો આમતેમ દોડતા જોવા મળે છે. આ ઘટનામાં ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે
અહેવાલ મુજબ ખાંડવાના ‘રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ’ દ્વારા મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. હૈદરાબાદના ગોશામહલ વિધાનસભ્ય ટી રાજા અને ભાજપના મહિલા નેતા નાઝિયા ઇલાહી ખાને પણ આ કાર્યક્રમના સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.