ઉત્તરાખંડમાં આજે ગોઝારી દુર્ઘટના બની. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં કેદારનાથથી 2 કિમી દૂર ગરૂડચટ્ટીમાં બની. ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, કોઇ અધિકારીએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.
#UPDATE | Six people died in the helicopter crash in Phata, Uttarakhand: Abhinav Kumar, Special Principal Secretary to the Chief Minister pic.twitter.com/pgrasTAHTS
- Advertisement -
— ANI (@ANI) October 18, 2022
હેલિકોપ્ટરની સુચના મળતા જ પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે આવી પહોંચી હતી. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથા માટે ઉડાણ ભરી હતી. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો હાજર હતા. કેદારનાથ જવા તરફ હોલિકોપ્ટર આગળ વધ્યું, ત્યારે ગરૂડચટ્ટીમાં ક્રેશ થઇ ગયુ હતું.
- Advertisement -
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
21-22 ઓક્ટોમ્બર વડાપ્રધાન લેશે મુલાકાત
આ દુર્ઘટના એવા સમયે બની જયારે, 21-22 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન મોદી કેદારનાથ અને બદ્રીનાથના મુલાકાતે આવનાર છે.
વડાપ્રધાન મોદી 21 ઓક્ટોમ્બરના રોજ કેદારનાથની મુલાકાત લેશે. તેઓ કેદારનાથ પહોંચીને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાની ચકસણી કરશે. બાબા કેદરનાથના દર્શન કર્યા પછી વડાપ્રધાન મોદી બદ્રીનાથ જવા રવાના થશે. ત્યાં રાત્રી રોકાણ પણ કરશે.