નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફાર થશે.
1. PAN-Aadhaar લિંક કરવું અનિવાર્ય
- Advertisement -
પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જો 1 જાન્યુઆરી સુધી લિંક નહીં કરો, તો પાન કાર્ડ ઇનએક્ટીવ થઈ જશે. જેના કારણે બેન્કિંગ કામકાજ, ITR રિફંડ અને સરકારી યોજનાઓના લાભ અટકી શકે છે.
2. UPI, સિમ અને મેસેજિંગના કડક નિયમો
ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર UPI પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે. WhatsApp, Telegram અને Signal જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો અમલી બનશે.
- Advertisement -
3. FD અને લોનના દરમાં ફેરફાર
SBI, PNB અને HDFC જેવી બેન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી દેખાશે. આ સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ(FD)ના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્ત્વના રહેશે.
4. LPG સિલિન્ડરના ભાવ
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.
5. CNG, PNG અને જેટ ફ્યુઅલ(ATF)
એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. વિમાનમાં વપરાતા ઈંધણ(ATF)ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે.
6. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025
1961ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરૂ થશે. સરકાર જાન્યુઆરીમાં નવા સરળ ITR ફોર્મ નોટિફાઈ કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે.
7. 8મું પગાર પંચ (8th Pay Commission)
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે. એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.
8. ખેડૂતો માટે નવા નિયમો
PM-કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે ‘યુનિક કિસાન ID’ ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત, પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનની રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવાશે.
9. વાહનોની કિંમતમાં વધારો
નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.




