રાજસ્થાનના જયપુરમાં આજે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં વીર હનુમાનજી પુલ પાસે એક પ્રાઈવેટ સ્કૂલ બસ બેકાબૂ થઈ જતા પલટી ગઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં બસ નીચે કચડાઈ જવાથી એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. બસમાં કુલ 40 બાળકો સવાર હતા, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે. આ અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતું.
અકસ્માતમાં ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા
- Advertisement -
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત જયપુરના ચૌમૂમાં વીર હનુમાન માર્ગ પુલ પર સર્જાયો હતો. અહીં સ્કૂલ બસ બેકાબૂ થઈને ખીણમાં ખાબકી ગઈ ગઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થિનીનું બસ નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. આ બસ ચૌમૂની એક પ્રાઈવેટ સ્કૂલની હતી, જેમાં લગભગ 40 બાળકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ નજીકના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ બાળકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા.
ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જા
લોકોનું કહેવું છે કે, સ્કૂલ બસ સ્કૂલ તરફ જવા માટે પુલ પરથી યુ-ટર્ન લઈ રહી હતી ત્યારે તે વધુ ગતિને કારણે સંતુલન ગુમાવી બેઠી અને ખીણમાં ખાબકી ગઈ. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ લોકોએ બસના કાચ તોડી નાખીને બાળકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા.
- Advertisement -
ગુસ્સામાં લોકોના દેખાવ
લોકોએ આરોપ લગાવ્યો કે, પરિવહન વિભાગ બેદરકાર બન્યું છે જેના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. માહિતીમાં એ પણ ખુલાસો થયો છે કે બસ પરમિટ વિના ચલાવવામાં આવી રહી હતી. આ બસનું પરમિટ બસ્સી સાંગાનેર જયપુરનું છે. પરિવહન વિભાગ તરફથી માહિતી મળી છે કે બસની ફિટનેસ પણ નહોતી. આ મુદ્દે સ્થાનિક લોકો ભડકી ગયા અને રસ્તો બ્લોક કરી દીધો હતો. લોકોએ આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે.