‘આપ’ પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો બેફામ બફાટ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને હવે હાથનાં કર્યા હૈયે વાગી રહ્યા છે. છેલ્લા ચારેક વર્ષ દરમિયાન તેમણે હિંદુ ધર્મ, હિંદુ આસ્થા અને હિંદુ પ્રતીકો, રીવાજો વગેરે પર બેફામ વાણી વિલાસ કર્યો છે. રાજકારણમાં આવ્યા પછી તેમનાં આ જૂનાં હાડપિંજર કબાટમાંથી બહાર આવતા હવે એ રઘવાયા થયા છે. હવે તેઓ સોમનાથ સહિતનાં મંદિરોના ઠાલાં દર્શન કરવા પણ પહોંચી જાય છે અને પોતાનાં ધૃણાસ્પદ નિવેદનોનો પાંગળો બચાવ કરવા મહાપુરુષોનાં નામોનો આશરો પણ લે છે. એક ગુજરાતી અખબાર સાથે વાતચીત દરમિયાન ઈટાલિયાએ કહ્યું કે, “કે હું જે ધર્મ વિરોધી બોલ્યો તેનાં કરતાં નર્મદ અને સચ્ચિદાનંદ હજારગણું બોલ્યાં છે!” આ બાબતે લોકોએ નહીં પણ ઈટાલિયાએ વિચારવાનું છે કે, આ લોકોનો વિરોધ કેમ નથી થયો અને મારો જ કેમ થાય છે? અને આ મહાપુરુષો ક્યારેય બોલીને ફરી નથી ગયા, તેમણે લોકોને ઢંઢોળવા પ્રયાસો કર્યા છે, કોઈ ધર્મનું અપમાન કરી ને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા હવાતિયા નથી માર્યા. ઇટાલિયા જો તેની જુની વાતો પર અડગ હોય તો પછી તેમણે ફેસબૂક પ્રોફાઈલ શા માટે ડિએક્ટીવ કરી? કારણ કે તેમને ખબર છે કે, તેમનો વાણી વિલાસ તેમને મોટું રાજકીય નુકસાન કરી શકે છે. અગત્યની વાત એ પણ છે કે, તેમનાં મોઢે નર્મદ-સચ્ચિદાનંદનું નામ જ શોભતુ નથી. તેના માટે કેટલાક નક્કર કારણો પણ છે.
‘ખાસ-ખબર’નાં વિશેષ અહેવાલ બાદ ગોપાલ ઈટાલિયાનો અસલી ચહેરો બહાર આવ્યો : સમગ્ર રાજ્યમાં જ્યાં જાય ત્યાં ચહેરો છૂપાવવો ભારે પડે છે.
- Advertisement -
ગોપાલ ઈટાલિયાનું હિન્દુ દ્વેષથી ભરપૂર ફેસબૂક સ્ટેટસ : અહીં તેણે મકરસંક્રાંત વખતે ફાળો લેતી ગૌશાળા અને ગૌભક્તોને ટાર્ગેટ કરી તેમને ‘પ્રોફેશનલ ભિખારી’ કહ્યા છે.
સાવ સાદા ફોટોગ્રાફ પર પણ ઈટાલિયાએ ગૌવિરોધી માનસિકતા છતી કરી.
ઇટાલિયા પોતાના નિવેદનોનો બચાવ કરવા સ્વામી સચ્ચિદાનંદ અને કવિ નર્મદના નામનો આશરો લે છે પરંતુ ઈટાલિયાની ભાષા અને અભિવ્યક્તિનું સ્તર હજારોગણું હલકું છે.
‘ખાસ-ખબર’ના અહેવાલની ગજબનાક ઈમ્પેક્ટ
અગાઉ તારીખ 02-07-2021ના રોજ ‘ખાસ-ખબર’એ ગોપાલ ઈટાલિયાના બફાટ પર એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એ અહેવાલ વાયુવેગે આખા ગુજરાતમાં અને દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓમાં વાઈરલ થયો છે. એ વિશેષ અહેવાલને અનેક લોકોએ સ્વયંભૂ ઠેર-ઠેર ફોરવર્ડ કર્યો છે. આ અહેવાલને લીધે ગોપાલ ઈટાલિયાનો અસલી ચહેરો સામે આવી જતાં તેણે પોતાની ફેસબૂક પ્રોફાઈલ ડીલીટ અથવા હાઈડ કરી છે.
અગાઉ તારીખ 02-07-2021ના રોજ ‘ખાસ-ખબર’એ ગોપાલ ઈટાલિયાના બફાટ પર એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એ અહેવાલ વાયુવેગે આખા ગુજરાતમાં અને દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓમાં વાઈરલ થયો છે. એ વિશેષ અહેવાલને અનેક લોકોએ સ્વયંભૂ ઠેર-ઠેર ફોરવર્ડ કર્યો છે. આ અહેવાલને લીધે ગોપાલ ઈટાલિયાનો અસલી ચહેરો સામે આવી જતાં તેણે પોતાની ફેસબૂક પ્રોફાઈલ ડીલીટ અથવા હાઈડ કરી છે.
– નર્મદ અને સચ્ચિદાનંદે પોતાની કેરિયર બનાવવા માટે અને સસ્તી પબ્લિસિટી મેળવવા માટે ગણતરી અને આયોજનપૂર્વક ધર્મ અને જ્ઞાતિવિશેષ વિરૂદ્ધ ઝેર નહોતુ ઓક્યુ તેમજ એમણે તમારી જેમ થૂંકેલું ચાટીને માફી પણ નહોતી માંગવી પડી.
– ઇટાલિયાની ભાષા અને અભિવ્યક્તિનું સ્તર આ બન્ને મહાનુભાવો કરતાં હજારોગણું હલકું છે અને એટલે જ લોકોનો રોષ તેની સામે છે.
– બીજું એ કે આ મહાનુભાવો જે વિચારધારામાં માનતા હતાં તેને પ્રામાણિકપણે જીવનપર્યંત વળગી રહ્યાં છે અને તે રસ્તો લોકોને એક સુસંસ્કૃત અને શિષ્ટ ભાષામાં લોકોને સમજાવતાં રહ્યા છે, જ્યારે ગોપાલની ભાષાનું સ્તર તેમણે જાતે તપાસવું જોઈએ.
આ બન્ને મહાનુભાવો અંધવિશ્ર્વાસ વિરોધી વિચારો આપ્યા તે પ્રમાણે જ પોતાનું જીવન જીવ્યા છે, ગોપાલની જેમ તકસાધુ બનીને જે ધાર્મિક વિધિઓને ગોપાલની બકવાસ ભાષામાં બકવાસપુર્ણ ગણાવતાં હતાં તે જ વિધિઓ ગોપાલ ઇટાલિયા તેમના ઘેર કરાવતા રહ્યા છે! ગોપાલની કથની અને કરણીમાં જમીન આસમાનનો વિરોધાભાસ છે અને એટલે ઇટાલિયાની આ હલકટ માનસિકતાનો વિરોધ થાય છે. એમને કોઈ રાજકીય પાર્ટીમાં પદ મળ્યું અને એમની વિરોધાભાસી માનસિકતા લોકોમાં ખુલ્લી પડવા લાગતાં એમણે તરત જ ધાર્મિક બનવાનો, સુંદરકાંડ કરવાનો, મંદિરોમાં પૂજા કરવાનો ડોળ કરવાનું શરુ કર્યું. અને વધારે તકલીફ ઊભી થતી જોઈને તેમણે લોકો સમક્ષ કબૂલાત કરી કે જે તે વખતે મારી વિચારધારા અપરિપક્વ હતી! તમે નહોતા અપરિપક્વ, નહોતાં રેશનલ કે તમે નહોતાં નર્મદ-સચ્ચિદાનંદ. ગોપાલ તો લોકોને ઉલ્લુ સમજનાર માત્ર એક તકવાદી છે. આજે જ્યારે ગોપાલ ઇટાલિયા લોકો સામે ઉઘાડા પડી ગયા છે ત્યારે માફી માંગવાથી કે નર્મદ અને સચ્ચિદાનંદના દાખલા આપવાથી તેના પાપ ધોવાઈ નથી જવાના.
- Advertisement -
અને આ વાત ઇટાલિયા જેવા ઢોંગીને પ્લેટફોર્મ આપનાર ‘આપ’ પણ જેટલા વહેલા સમજે એટલુ એના માટે સારૂ છે. બાકી જનતા તો સમજી જ ચુકી છે કે ‘આપ’ની શિક્ષણ , આરોગ્ય અને ઈમાનદારીની વાતો માત્ર સુત્રો માટે જ છે. હકીકતે તો પાર્ટીની વિચારધારા પૂર્ણત: ડાબેરી અને હિંદુ વિરોધી છે.
ગોપાલે તેની ફેસબૂક પ્રોફાઈલ ડિએક્ટિવ કરી. પણ તેની ટ્વીટર વોલ ચેક કરો તો તમે દરેક હિંદુના ઘર આંગણે શોભતી તુલસી માટે ‘મૈં તુલસી તેરે બાથરૂમ કી’ જેવી ટ્વીટ કરી છે. ઉપરાંત તેઓ ગૌમાતાને માતા નહી પરંતુ એક પ્રાણી જ માને છે. તેમણે ચાર વર્ષ સુધી સતત ગૌરક્ષકોનો વિરોધ કર્યો છે ને કસાઈઓ વિશે એક શબ્દ નથી બોલ્યા. હદ તો એ છે કે, તેમણે ‘ગૌરક્ષકો’ માટે ‘ગૌરાક્ષસો’ એવો ગંદો શબ્દ પણ પ્રયોજ્યો છે. જોઈએ, આ અહેવાલ પછી એ ફેસબુક પ્રોફાઈલની જેમ ટ્વીટર એકાઉન્ટ ડીલીટ કરે છે કે નહીં!
ગોપાલ ઈટાલિયા નકારાત્મક હરકતોથી હિન્દુ દ્વેષ સુધીના અપલખ્ખણો
ગોપાલ ઈટાલિયા જેવાં અરાજકતાવાદી વ્યક્તિને ‘આમ આદમી પાર્ટી’એ અધ્યક્ષ બનાવ્યા એ ઘટનાથી ઘણાં લોકો હતપ્રભ બની ગયા હતા. મૂળે તેણે લાઈમલાઈટમાં આવવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જોડું ફેંક્યું ત્યારે જ તેનાં ઈરાદાઓ સ્પષ્ટ થઈ ગયા હતા. એ પછી મહાનુભાવોને ફોન કોલ કરી તેનું રેકોર્ડિંગ વાઈરલ કરીને પબ્લિસિટી લીધી. હિન્દુ આસ્થા પર વારંવાર અપમાનજનક લખાણો સોશિયલ મીડિયા પર મૂક્યા. પાટીદાર અનામત આંદોલન વખતે પણ લખ્ખણ ઝળકાવ્યા. આમ વિવાદો ઉભા કરીને જ તે રાજકિય કારકિર્દી બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે.
વિશેષ અહેવાલ
– મહેશ પુરોહિત
– મહેશ પુરોહિત