ખાસ-ખબર સંવાદદાતા
વિસાવરદ નગર પાલીકામાં નવા રસ્તાનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દિવાળી પહેલા રસ્તાનું કામ પૂર્ણ થશે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, એડવોકેટ નયનભાઇ જોશી,ડો.રાજન રિબડીયા, કોર્પોરેટર કમલેશભાઈ રિબડીયા, જેન્તીભાઈ ભુવા,લાલભાઈ દાહીંમા,રસિકભાઇ પરમાર,નગરપાલિકાના સદસ્યો તથા નગરશ્રેષ્ઠીઓની હાજરીમાં રામ મંદિર ચોક ખાતેથી રેલવે સ્ટેશન સુધીના અને કનૈયાચોક થી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં વિસાવદર વિસ્તાર તથા શહેરની પ્રજાને ડામર રોડની ભેટ આપેલ છે અને બે થી ત્રણ દિવસમાં રોડના કામમાં કામ પણ પૂર્ણ કરવામાં આવશે.
વિસાવદરમાં રૂપિયા 47 લાખના ખર્ચ મુખ્ય માર્ગનું કામ
