ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભગુડા મોંગલધામ ખાતે વ9 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ભગુડા મોંગલધામના સાનિઘ્યમાં દરરોજ માટે ભાવી-ભકતોએ દર્શનાર્થે આવતા હોય છે. મોંગલધામ એ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 29 માં પાટોત્સવ નિમિત્તે તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટ ડેકોરેશન સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતાં. અને શીશ જુકાવી મોગલ માં ના આશીર્વાદ લીધા હતાં. રાત્રીએ માંગલ શકિત એવોર્ડ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ માંગલ શકિત એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પપૂ. મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અને માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કરાયાં. ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમા નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, ઉમેશ બારોટ, બ્રીજરાજ ગઢવી, સાંઈરામ દવે, રાજદાન ગઢવી સહીતના કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી.
- Advertisement -
આ લોક ડાયરામાં ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટો સહિત રૂપિયાનો વરસાદ થયો હતો. અને લોક ડાયરામા મોબાઇલ ફ્રેશ લાઇટ સાથે મોંગલ માં ની આરતી કરતા અનોખો નજારો સર્જાયો હતો. ભગુડા મોંગલધામ ખાતે 29 માં પાટોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. આ સાથે પાંચ હજાર સ્વયંસેવકો દ્વારા પણ ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો. ભગુડા મોગલ ધામ ખાતે 29 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.આ તકે પૂ. મોરારી બાપુ, મોંગલધામ ટ્રસ્ટના પ્રમુખ માયાભાઈ આહીર તથા જયરાજભાઇ આહીર, મહેશદાન ગઢવી(બોટાદ), પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, જીતુ વાઘાણી, રાજેન્દ્રદાસ બાપુ(રામપરા વૃંદાવન બાગ) તેમજ સંતોમહંતો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.